બ્રાઈડલ મેકઅપ દરેક દુલ્હન માટે ખૂબ જ ખાસ હોય છે. આના માટે મહિનાઓ પહેલાથી જ અપોઈનમેન્ટ બૂક કરવામાં આવે છે અને હજારો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આવી જ એક દુલ્હનનો ફની વિડીયો વાયરલ થયો છે. આ દુલ્હનને પોતાના લગ્નની વિધી કરતા પોતાના મેકઅપની વધારે ચિંતા છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર એક દુલ્હનની રીલ્સનો વિડીયો વાયરલ થયો છે. આ મજેદાર વિડીયોમાં દુલ્હા-દુલ્હન લગ્નની વિધી માટે મંડપ નીચે બેઠા છે. લગ્નનો આ વિડીયો જોઈને ખ્યાલ આવી રહ્યો છે કે, માંગમાં સિંદૂર ભરવાની રસમ ચાલી રહી છે અને ભૂલથી થોડુંક સિંદૂર દુલ્હનના નાક પર પડી જાય છે. પરંતુ દુલ્હન થોડીક પણ રાહ જોઈ શકતી નથી અને દુલ્હાને તેના નાક પર ટચઅપ કરી આપવાનું કહે છે.
આ વાયરલ વિડીયોમાં દુલ્હો પોતાના હાથમાં મેકઅપ બ્રશ પકડીને દુલ્હનનો મેકઅપ સરખો કરતો દેખાઈ રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં કોઈને અવાજ આવી રહ્યો છે કે… તું ટેન્શન ન લઈ કંઈ ન થાય હું પછી મેકઅપ સરખો કરી આપીશ પરંતુ દુલ્હનના એક્સપ્રેશન જોઈને દેખાઈ રહ્યું છે કે, તે ટચઅપમાં મોડુ થાય તે સહન ન કરી શકે.