ભારે વિરામ બાદ અમદાવાદમાં વરસાદની ફરી એન્ટ્રી, આ વિસ્તારમાં પડી રહ્યો છે ભારે વરસાદ

ગુજરાત રાજ્યમાં આવતી કાલના અષાઢી બીજ છે અને અમદાવાદની 144 મી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે આષાઢી બીજ પહેલા જ રાજ્ય સહિત અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ગયું છે. અમદાવાદમાં વાદળછાંયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

નોંધનીય છે કે, અમદાવાદ શહેરના ગોતા વિસ્તાર, એસજી હાઈવે, પકવાન ચાર રસ્તા, ચાંદલોડીયા, સોલા, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. વરસાદના લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં વરસાદના આગમનની સાથે જ શહેરના મુખ્ય રસ્તાઓ પર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો રહી છે. તેમ છતાં લોકો લાંબા સમય બાદ ગરમીથી છૂટકારો મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

Scroll to Top