અમદાવાદમાં પાનવાળાએ અનોખી રીતે વ્યક્ત કર્યો દેશપ્રેમ, આજની કમાણીના 10 ટકા આપશે આર્મીને

અમદાવાદ: આજે 15મી ઓગષ્ટ નિમિત્તે અમદાવાદના પાન વાળાએ અનોખી રીતે દેશપ્રેમ દેખાડ્યો છે. જોધપુર ચાર રસ્તા પાસે આવેલી પોતાની દુકાન સહિત અન્ય રાજ્યમાં તેની પાનની દુકાનોમાં આજે થનારી કમાણીના 10 ટકા રકમ ઇન્ડિયન આર્મીને દાન કરવાનો છે.

અમદાવાદમાં ડિલક્સ પાન અને ગિફ્ટ શોપ સહિત ગુજરાતમાં કુલ 9 શાખાઓ આવેલી છે. જેમાં અમદાવાદના છ સ્થળો પર, ગાંધીનગરમાં એક, જૂનાગઢમાં એક અને રાજકોટમાં બે સ્થળો પર હાલ કાર્યરત છે. છેલા ત્રણ વર્ષની ડિલક્સ પાનવાળો 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે થતી તમામ શાખાઓની આવકમાંથી તેના 10 ટકા ભારતીય સેના ને દાન કરે છે.

15મી ઓગષ્ટ અને 26મી જાન્યુઆરી ના દિવસે સામાન્ય રીતે દેશ વાસીઓ દેશભક્તિ ધ્વજવંદન કે પછી કપડાં પહેરી અથવા તો સોશિયલ મીડિયામાં જ દેખાડતા હોય છે ત્યારે હકીકતે દેશભક્તિ શું છે અને કઈ રીતે દેશને ફાયદારૂપ દેશભક્તિ હોવી જોઈએ ડિલક્સ પાનની દુકાને બતાવીને એક પ્રેરણારૂપ કાર્ય કરી ભારતીય સેનાને મજબૂત કરી દુશમન સામે લડવા મજબૂત કરી રહ્યું છે.

ડિલક્સ પાનના આ અનોખા દેશભક્તિ પ્રેમને ગ્રહકો પણ આવકારી રહ્યા છે અને ગ્રાહકો પણ આવનારા વર્ષથી ભારતીય સેનાને મજબૂત કરી દેશ ને મજબૂત કરવાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે. ડિલક્સ પાનનો આ વ્યવસાય છેલ્લી ત્રણ પેઢીથી ચાલી રહ્યો છે અને પ્રથમ દુકાન ની શરૂઆત 1983માં જૂનાગઢથી કરી હતી

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here