AhmedabadGujaratNews

અમદાવાદમાં પોલીસે મિત્રની પત્ની પર પાંચ-છ વાર કર્યું દુષ્કર્મ, નગ્ન ફોટો મગાવી કરતો બ્લેકમેઇલ

અમદાવાદઃ કાયદાનો રક્ષક જ ભક્ષક બને ત્યારે સામાન્ય માણસ કોને કહેવા જાય? આજે પણ અમદાવાદમાં એક આ પ્રકારની જ ઘટના બહાર આવી છે. વસ્ત્રાપુર સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મોહીત પારેખ સામે મિત્રની પત્ની પર દુષ્કર્મ કરવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલે મહિલાને પતિ સાથે સમાધાન કરાવવા માટે બોલાવીને હોટલમાં લઇ ગયો હતો.

જ્યાં મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ સંબંધોને પગલે બ્લેકમેઇલ કરી વોટ્સએપ પર પીડિતાના નગ્ન ફોટો પણ મગાવતો હતો. આ દરમિયાન આરોપીએ પીડિતા પર ભાગ્ય હોટલમાં પાંચથી છવાર દુષ્કર્મ કર્યું હતું. આ સંદર્ભે હાલ ઘાટલોડીયા પોલીસે આરોપી કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવા કરતો પ્રયાસો

આ મહિલાની ફરિયાદ મુજબ, કોમ્ય્યુટર સોફ્ટવેરનો ડિપ્લોમા કરનારી પીડિતાના લગ્ન વર્ષ 2008માં થયા હતા, ત્યાર બાદ તે બે પુત્રી અને એક પુત્રની માતા બની હતી. પરંતુ બે વર્ષ પહેલા ઘરકામ બાબતે સાસુ સાથે મનદુઃખ થતા પતિએ ઘર બહાર કાઢી મુકી હતી.

આ દરમિયાન તેના પતિનો મિત્ર અને આરોપી પોલીસ કોન્સ્ટેબલ તેના ઘરે આવતો જતો રહેતો હોવાથી બન્ને એકબીજાને ઓળખતા હતા. તેમજ તેનો પતિ ક્યારેક ક્યારેક પીડિતાના ફોનમાંથી આરોપીને કરતો હતો. આથી આરોપીએ તે નંબર સેવ કર્યા હતા. ત્યાર બાદ તેણીએ એક દિવસ મોહીત પારેખને ફોન કરી પતિ-પત્ની વચ્ચેના મનદુઃખ અંગે વાત કરી સમાધાન કરવા માટે કહ્યું.

રજીસ્ટરમાં એન્ટ્રી કર્યા વિના ભાગ્ય હોટલના રૂમમાં લઈ ગયો

ત્યાર બાદ તેણી આરોપી પોલીસ કોન્સ્ટેબલને મળવા ગઈ અને તે તેને પબ્લિક ગાર્ડનમાં લઈ ગયો, જ્યાં બન્ને વચ્ચે 15-20 મિનિટ વાતચીત કરી હતી. ગાર્ડનમાં મળ્યાના ત્રણ-ચાર દિવસ બાદ ફરીવાર આરોપીએ પરિણીતાને જણાવ્યું કે, તેણે તેના પતિને સમજાવ્યો છે અને મળવા આવવા બોલાવી. આથી પીડિત મહિલા ભૂયંગદેવ ચાર રસ્તા પાસે તેને મળવા ગઈ, જ્યાંથી આરોપી તેને નજીકની ભાગ્ય હોટલમાં લઈ ગયો અને કાઉન્ટર પર વાતચીત કરી હોટલના રજીસ્ટરમાં એન્ટ્રી કર્યા વિના એક રૂમમાં બેઠા અને વાતચીત દરમિયાન આરોપીએ કહ્યું કે, તારા પતિને સમજાવ્યો પણ તે માનતો નથી અને મળવા આવવાની ના પાડે છે. તેમજ મહિલાની હાજરીમાં તેના પતિને ફોન કરતા પતિએ આવવાની ના પાડી દીધી.

પહેલા કર્યા અડપલાં બાદમાં કર્યું દુષ્કર્મ

ત્યાર બાદ આરોપી પરિણીતા સાથે અડપલાં કરવા લાગ્યો અને પોતાના બધા કપડા ઉતારી નાંખ્યા. ત્યાર બાદ તેના પર દુષ્કર્મ ગુજાર્યું. પોલીસ કોન્સ્ટેબલે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા બાદ તે અવાર નવાર ફોન કરવા લાગ્યો અને ત્રણ મહીના બાદ પરિવારની સમજાવટથી પતિ સાથે સમાધાન પણ થઈ ગયું. આથી તે તેની સાસરીમાં પરત ફરી હતી. આ દરમિયાન આરોપી તેને ફોન કરીને શારીરિક સંબંધો અંગે પતિને કહી દેવાનું કહી ધમકી આપી મળવા માટે બોલાવતો હતો.

એક દિવસ પીડિતાએ તેનો નગ્ન ફોટો પાડી વોટ્સએપ પર મોકલ્યો

આરોપીની ધમકીને પગલે પીડિતા જ્યારે પણ તેની સાસરીમાંથી પિયર જતી ત્યારે મોહીતને મળવા ભાગ્ય હોટલમાં મળવા જતી હતી. તેમજ મોહીતને બ્લેકમેઇલ ન કરવા માટે સમજાવતી હતી. આમ છતાં મોહીત તેને મળવા ન આવવું હોય તો વોટ્સએપ પર તારા બિભત્સ ફોટા મોકલ તેમ કહેતો હતો. આથી એક દિવસ પીડિતાએ તેનો નગ્ન ફોટો પાડી વોટ્સએપ પર મોકલ્યો હતો.

તેમજ આજસુધીમાં મોહીતે પરિણીતા સાથે ભાગ્ય હોટલમાં લગભગ પાંચથી છવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેમજ આરોપી વારંવાર મળવા બોલાવતો હોવાથી એક દિવસ ફોન આવતા તેના પતિએ ફોન અંગે પૂછતા પરિણીતાએ પતિને તમામ હકીકતથી વાકેફ કરી આજે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker