એક દિવસના ઉપવાસ માટે આંદોલન સ્થળે જતા હાર્દિક સહિતના કાર્યકરોને અટકાવાશે, નથી લીધી મંજૂરી

અમદાવાદઃ પાસ નેતા હાર્દિક પટેલે રવિવારે એક દિવસનો પ્રતિક ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. હાર્દિક પટેલ નિકોલમાં 25 ઓગસ્ટના આમરણાંત ઉપવાસ માટે સરકારે જગ્યાની મંજૂરી ન આપતા પાર્ક કરેલી ગાડીમાં બેસીને એક દિવસનો ઉપવાસ કરવા જઈ રહ્યો છે. જોકે તેણે એક દિવસના ઉપવાસ માટે પોલીસ પાસે મંજૂરી માંગી નથી. આમ મંજૂરી વગર થનારા આ આંદોલનને રોકવાની ઉચ્ચ અધિકારીઓને સુચના આપવામાં આવી છે.

કોઈપણ ભોગે કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશ

આ મામલે પોલીસ દ્વારા પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. 19 ઓગસ્ટના રોજ આંદોલન સ્થળે જતાં હાર્દિક પટેલ સહિત તમામ કાર્યકરોને અટકાવવામાં આવશે અને કોઈ પણ ભોગે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આદેશ આપવામાં આવ્યો છે.

પાર્ક કરેલી ગાડીઓ પર કરશે એક દિવસનો ઉપવાસ

હાર્દિક પટેલે કહ્યું કે, ‘પાર્કિંગમાં ફેરવાયેલા નિકોલના ગ્રાઉંડમાં જ રવિવારે પાર્ક કરેલી ગાડીમાં બેસીને હું એક દિવસનો ઉપવાસ કરીશ. મારી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના 501 કાર્યકરો કાળી પટ્ટી બાંધીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાં બેસીને ઉપવાસ કરવાથી અમને કોઈ રોકી નહિ શકે અને ત્યાંથી હટાવી પણ નહીં શકે.’

અટલજીને આપશે શ્રદ્ધાંજલિ

હાર્દિકે જણાવ્યું કે, ‘આવતીકાલે નિકોલ ગ્રાઉંડમાં બનાવેલા પાર્કિંગમાં ગાડીમાં જ બેસીને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયને શ્રદ્ધાંજલિ પણ આપીશું. સરાકરે જાહેર કરેલા રાષ્ટ્રીય શોકને સમર્થન આપીશું.’ હાર્દિકનો આરોપ છે કે, તે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવતો હોવાથી સરકારે તેને નિકોલ ગ્રાઉન્ડમાં ઉપવાસ કરવાની મંજૂરી આપી નથી

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here