અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજવા મામલે જમાલપુર મંદિર અને પોલીસ દ્વારા સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ વખતે દર વર્ષથી કરતાં અલગ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. રથયાત્રાના રૂટ પર અંદર આવવાના રસ્તાઓને લોક કરવામાં આવશે. રૂટ પર આવવાના રસ્તાઓ પર વધુ બંદોબસ્ત રાખવામાં આવશે. રથયાત્રા બાબતે કેબિનેટમાં ફક્ત ચર્ચા થઈ હતી પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
15000થી વધુ પોલીસકર્મીઓ અમદાવાદ પોલીસ બંદોબસ્ત માટે પહોંચી ચુક્યા છે. આજે સાંજે ચાર વાગ્યે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની આગેવાનીમાં અમદાવાદ શહેરના તમામ અધિકારીઓ અને પોલીસ બંદોબસ્તમાં આવેલા તમામ અધિકારીઓ સાથે બેઠક કરી અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ બંદોબસ્ત માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રા રૂટ પર આવેલા તમામ રસ્તા અને પોઈન્ટ પર બ્લોક કરી બેરીકેડ કરવામાં આવશે.
રથયાત્રાના રૂટમાં જે લોકોના ઘર આવેલા છે તેઓને ઘરમાં જ રહેવા અને ઘરમાંથી દર્શન કરવા સૂચના આપવામાં આવશે. તમામ પોલીસ બંદોબસ્તને આજે આખરી ઓપ આપી દેવામાં આવશે. સાંજે 6 વાગ્યાથી રથયાત્રામાં બંદોબસ્તમાં આવેલા તમામ પોલીસકર્મીઓને તેમનો પોઈન્ટ ફાળવી દેવામાં આવશે. દરરોજ સવારે અને સાંજે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે. દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આજે 3000 જેટલા પોલીસકર્મીઓને રથયાત્રા મામલે બ્રીફિગ આપવામાં આવ્યું હતું. જો કે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ગૃહવિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાયા બાદ નિર્ણય લેવામાં આવશે. આ અંગે ગૃહમંત્રી જાડેજાએ કહ્યું હતું કે આજની મીટીંગ બાદ રથયાત્રા અંગેની સ્પષ્ટતા થઈ શકે છે.
12 તારીખે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કરશે અને મંગળા આરતીમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે પરિવાર સાથે મંગળા આરતીમાં હાજર રહે છે. ત્યારે તેઓ આ વખતે પણ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે.
આગામી સમયમાં નિકળનારી ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને લઈને સરકારે લીલીઝંડી આપી છે. ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને સરકારની મંજૂરી મળ્યા બાદ હવે તૈયારીઓને આખરી ઓપ અપાશે. કેબિનેટની મીટિંગમાં રથયાત્રાને મંજૂરી મળ્યા બાદ સરકારે કોરોના ગાઈડલાઈન અને અમુક શરતોને આધીન મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.