ચોમાસું આવ્યુ અને સમસ્યાઓ શરૂઃ અમદાવાદમાં તો થોડા વરસાદે જ મસમોટા ભુવાઓનું સામ્રાજ્ય!

દર વર્ષે ચોમાસુ આવે એટલે રાજ્યના અનેક શહેરો એવા છે કે જ્યાં સમસ્યાઓની હારમાળા સર્જાઈ જાય. કેટલાક જગ્યાએ પાણી ભરાઈ જાય, ખાડાઓ પડી જાય, ભુવા પડી જાય, વરસાદ આવે તો લાઈટો જતી રહે, પાણીની પાઈપલાઈનો તુટી જાય. આ તમામ પ્રકારની સમસ્યાઓ ચોમાસાના પહેલા કે બીજા જ વરસાદે સર્જાતી હોય છે.

તંત્ર પ્રિમોન્સુન કામગીરી પાછળ કરોડો રૂપિયાના ખર્ચાઓ કરે છે પરંતુ જો પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળો પર નહી પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર હકીકતમાં થતી હોય તો, આટલી બધી સમસ્યાઓ સર્જાય જ નહી. પરંતુ આ તો તંત્ર છે ભાઈ. કંઈપણ કરે પરંતુ આખરે સમસ્યાઓ તો પ્રજાને જ ભોગવવાની. પ્રજાના પૈસે મોટા મોટા તાયફાઓ થાય, મોટા મોટા ઉત્સવો કરાય પરંતુ એ જ પ્રજા માટે વ્યવસ્થાઓ કરવાની વાત આવે ત્યારે તંત્ર પાણીમાં બેસી જાય છે.

આવી જ કંઈક સ્થિતિ અમદાવાદની પણ છે. હજી તો સરખો વરસાદ પણ નથી આવ્યો ત્યાં જ અમદાવાદમાં ચોમાસા સર્જાતી મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ છે. ભુવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચોમાસામાં અમદાવાદ જાણે કે ભુવાનગરી  બની જાય છે. ચાલુ વર્ષે શહેરમાં  31  ભુવા પડ્યા છે.. જેમાં સૌથી  વધુ પશ્ચિમ ઝોનમાં પડયા છે. ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા છે.

રોડ બનાવવા પાછળ કોર્પોરેશન દર વર્ષે કરોડો રુપિયા ખર્ચ કરે છે પણ થોડા વરસાદમાં તે ધોવાઇ જાય છે અથવા ભુવા પડે છે. દર વર્ષે કોર્પોરેશન ભુવા નહી પડે તેવા બણગા ફુંકે છે પણ તે માત્ર જાહેરાત રહે છે. ચાલુ વર્ષે અત્યારસુધીમાં 31 ભુવા પડ્યા છે..જેમા અડધા એટલેકે 16 પુરાઇ ગયા છે બાકીના પુરાવાના બાકી છે.

રાજ્યના અનેક શહેરોના અનેક વિસ્તારો એવા છે કે, કે જ્યાં કોઈ જગ્યાએ રોડનું કામ, કોઈ જગ્યાએ પુલ, કોઈ જગ્યાએ અંડરબ્રીજ બની રહ્યા છે. પરંતુ હવે તો ચોમાસું આવ્યું ભાઈ, જે કાચુપાકું કામ થયું છે તે ધોવાઈ જશે અને ફરીથી બધુ કામ કરવાનું! એટલે પ્રજાની મહેનતના પૈસાનું પાણી.

Scroll to Top