અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં પતિ પરિવારનાં નિર્વાહની જવાબદારીમાંથી છટકવા માટે વ્યંડળ બનીને તેમની ટોળકીમાં ફરતા હતા. આ અંગે પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. જયારે આ દંપતીના બે સંતાનો પણ રહેલા છે. તેનાથી કંટાળીને પત્નીએ અભયમ હેલ્પલાઇનમાં ફોન કરીને પોતાની સમસ્યા માટે મદદ પણ માંગી હતી. અભયમનાં કાઉન્સિલરોએ પતિને સમજાવતા તેમણે વ્યંડળ બનવાનું છોડીને પરિવાર માટે કમાવવાનો વચન આપ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, પત્નીએ પોતાની સમસ્યા અંગે અભયમમાં ફોન કરીને મદદની માંગણી કરી હતી. ત્યાર બાદ અભયમની ટીમ ઘરે આવીને તેના પતિનો સંપર્ક પણ કર્યો હતો. તેનો પતિ ઘરે આવ્યો ત્યારે તે સ્ત્રી વેશમાં જ વ્યંડળ બનીને સામે આવ્યો હતો. જેને જોઇને અભયમની ટીમે પતિને સમજાવ્યો કે, તમે એક પુરુષ તરીકે જન્મ લીધેલ છે. તમે બે બાળકોનાં પિતા છો, પતિ છો તો ઘરની જવાબદારી તો નીભાવવી જરૂરી છે. અભયમની ટીમનાં સમજાવ્યાં બાદ પતિએ કામ કરીને પરિવારની જવાબદારી ઉપાડવાનું વચન આપ્યું હતું.
પત્નીએ અભયમની ટીમને કહ્યું હતું કે, મને અનેક વખત મરી જવાના વિચાર આવે છે, પરંતુ ત્યારે મને મારા બે બાળકો દેખાય છે. જેના લીધે હું તે વિચારને મનમાંથી કાઢી નાંખું છું. મે પતિને અનેકવખત સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે માનવા માટે તૈયાર જ નથી અને પછી ઝઘડો શરુ કરી નાખે છે. આ બધું જોઇને મારા બાળકો માનસિક અસર પડે છે. પતિ રોજ સ્ત્રીનાં કપડાં પહેરીને સ્ત્રીની જેમ તૈયાર થઇને વ્યંડળોની ટોળકી સાથે ફરવાનું શરૂ કરી દેતા પત્નીએ અંતે કંટાળીને મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર દીધો હતો અને અંતે પતિને પોતાની ભૂલ સ્વીકારી કામ કરવાનું વચન આપેલ છે.