યુપીમાં આતંકીઓની ધરપકડને લઈને અખીલેશ યાદવે આપ્યું વિવાદિત નિવેદન

ઉત્તર પ્રદેશમાં આતંકીઓની ધરપકડ પર સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે શંકા ધરાવતા નિવેદન પર રાજકીય વિવાદ ઉભો થયો છે. અખિલેશ યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યુ હતું, હું યુપી પોલીસ ખાસ કરીને ભાજપ સરકાર પર વિશ્વાસ નથી કરી શકતો. જોકે, તેમની પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ખોટો અર્થ કાઢવા માટે એડિટ કરેલી વીડિયો ક્લિપ સર્ક્યુલેટ કરવામાં આવી રહી છે. પૂર્વ મુખ્યમંત્રીએ આ વાત ત્યારે કહી હતી જ્યારે ધરપકડની વાત કોઇને ખબર નહતી.

યુપી સરકારે કહ્યુ હતું કે અલ કાયદા સમર્થિત અંસાર ગજવતુલ હિંદ સાથે જોડાયેલા બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યુ હતું કે આતંકી માનવ બોમ્બનો ઉપયોગ કરતા યુપીની કેટલીક જગ્યા પર વિસ્ફોટની યોજના બનાવી રહ્યા હતા. એડીજી પ્રશાંત કુમારના હવાલાથી ન્યૂઝ એજન્સી પીટીઆઇએ લખ્યુ હતુંકે મિનહાજ અહેમદ મસીરૂદ્દીનની ધરપકડ કરવામાં આવી છે અને તેના ઘરમાંથી મોટી સંખ્યામાં વિસ્ફોટક સામગ્રી મળી છે, તેમણે એમ પણ કહ્યુ કે અહેમદ અને મસીરૂદ્દીન અલ કાયદાની ઉત્તર પ્રદેશ શાખાના પ્રમુખ ઉમર હલમંડીના આદેશ પર કામ કરી રહ્યા હતા.

આવતા વર્ષે યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપના નેતાઓએ અખિલેશ યાદવના નિવેદનને સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે. ભાજપ નેતા સીટી રવિએ ટ્વીટ કર્યુ, આ જોઇને હેરાન છું કે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે જાહેરાત કરી કે યુપી પોલીસ અને ભાજપ સરકાર પર તે વિશ્વાસ નથી કરતા. આ તે લોકો છે, જેમણે દાવો કર્યો હતો કે તે ભાજપની વેક્સીન પર વિશ્વાસ નથી કરતા. તો તે કોની પર વિશ્વાસ કરે છે? પાકિસ્તાન સરકાર અને તેમના આતંકીઓ પર.

ભાજપના નેતા અમિત માલવીયાએ લખ્યુ, અખિલેશ યાદવને પહેલા વેક્સીન પર શક હતો, હવે કહી રહ્યા છે કે આતંકીઓ વિરૂદ્ધ યુપી પોલીસની કાર્યવાહી પર વિશ્વાસ નથી કરતા. જો તેમણે કોઇ પણ વિશ્વાસ નથી, ના સરકાર પર અને ના તંત્ર પર તો તે કેમ મુખ્યમંત્રી બનવા માંગે છે? ઘરે બેસે.

બીજી તરફ બસપા પ્રમુખ માયાવતીએ કહ્યુ કે આ મામલે રાજકારણ ના થવુ જોઇએ, તેમણે કહ્યુ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી નજીક આવતા આ પ્રકારની કાર્યવાહી લોકોના મનમાં શંકા ઉભી કરે છે. જો આ કાર્યવાહી પાછળ સત્ય છે તો પોલીસ આટલા દિવસ સુધી કેમ અજાણ હતી? આ તે સવાલ છે જે લોકો પૂછી રહ્યા છે. અંતે સરકાર આવી કોઇ કાર્યવાહી કરે જેનાથી જનતામાં બેચેની વધે.

અન્ય એક ટ્વીટમાં માયાવતીએ કહ્યુ, ઉત્તર પ્રદેશ પોલીસના લખનઉંમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરવા અને આ મામલે ધરપકડ બે લોકોના તાર અલ કાયદા સાથે જોડાયેલા હોવાનો દાવો જો સાચો છે તો આ ગંભીર ઘટના છે અને યોગ્ય કાર્યવાહી થવી જોઇએ નહી તો તેની આડમાં કોઇ રાજનીતિ ના થવી જોઇએ, જેની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Scroll to Top