ટ્રમ્પના એક Tweetથી Amazon ને 45 અબજ ડૉલરનું નુકસાન

અમેરિકાના રાષટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઑનલાઇન રિટેઇલ કંપની એમેઝોન પર સતત નિશાન સાધ્યા બાદ કંપનીના શૅરોમાં સોમવારે ભારે કડાકો નોંધાયો હતો. એમેઝોનની માર્કેટ વેલ્યૂ 5.9 ટકા ઘટી ગઇ છે એટલે કે 45 બિલિયન ડૉલરનું નુકસાન થયું છે. એમેઝોનની માર્કેટ વેલ્યૂ $1,362.48 છે. તેમણે કંપનીની સસ્તા શિપિંગ ખર્ચને લઇને અમેરિકન પોસ્ટલ સેવા કૌભાંડને અંજામ આપવાનો આરોપ લગાવ્યો છે.

ટ્રમ્પે શનિવારે ટ્વિટ કર્યુ હતું કે આપણે આ વિષય પર વાત કરી રહ્યાં છીએ તેથી તે માહિતી મળી છે કે અમેરિકન પોસ્ટ ઑફિસને એમેઝોન માટે ડિલિવર કરવામાં આવતા દરેક પેકેજ પર સરેરાશ 1.50 ડૉલરનો ઝાટકો લાગશે. આ રકમ અબજો ડૉલરમાં છે. ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે જો યૂએસ પોર્ટલ સર્વિસ પોતાના પાર્સલ રેટમાં વધારો કરે તો એમેઝોનનો શિપિંગ ખર્ચ વધીને 2.6 અબજ ડૉલર થઇ જશે. ટ્રમ્પે લખ્યું કે આ પોસ્ટ ઓફિસ કૌભાંડ જરૂરથી બંધ થવું જોઇએ.

ટ્રેમ્પે શનિવારે ટ્વિટ કર્યુ હતું કે જાણકારી પ્રાપ્ત થઇ છે કે ગત વર્ષે સિટી ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવેલા એક વિશ્લેષણ અનુસાર જો ખર્ચ નિષ્પક્ષ રીતે નક્કી કરવામાં આવે તો એમેઝોનને યૂએસપીએસ દ્વારા મોકલાતા આશરે એક પેકેજ પર  1.46 ડૉલરથી વધારે શિપિંગ ખર્ચ ચૂકવવો પડે.

એમેઝોન પર આ નવો પ્રહાર ટ્રમ્પના તે દાવાના બે દિવસ કરવામાં આવ્યો જેમાં તેમણે કહ્યું હતું કે એમેઝોન દ્વારા શિપિંગ ખર્ચમાં કરવામાં આવતી ઘાલમેલથી રિટેઇલ બિઝનેસ અને સ્થાનિક સરકાર પર નકારાત્મક અસર થઇ છે.

શહીદ થયો જવાન, સરકારે ‘મા’ ને કહ્યું મૃતદેહ મળશે તો જ મળશે પેન્શન

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here