અમદાવાદઃ હાર્દિકે ઉપવાસ માટે માંગેલું ગ્રાઉન્ડ AMCએ ફ્રી પાર્કિંગમાં ફેરવી નાખ્યું

અમદાવાદઃ વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસગનગર કોર્ટે હાર્દિક પટેલને બે વર્ષની સજા ફટકારી હતી. આ સજાને હાર્દિકે હાઈકોર્ટમાં પડકારી હતી.આ કેસમાં હાઈકોર્ટે હાર્દિકને રાહત આપી છે. આ સાથે હાર્દિક પટેલે 25 ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ બેસી રહ્યો છે. જેના માટે નિકોલમાં જે મેદાન માંગ્યું હતું તેને કોર્પોરેશને ફ્રી પાર્કિગ પ્લોટ જાહેર કરી દીધું છે. એટલા માટે હવે હાર્દિક પટેલના ઉપવાસનો કાર્યક્રમ અટવાયો છે.

ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં વિસનગર કોર્ટે કરેલી સજાને હાઇકોર્ટે સસ્પેન્ડ કરી જામીન આપ્યા છે. નોંધનીય છે કે, વિસનગર કોર્ટે આ કેસમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને બે-બે વર્ષની સજા ફટકારી હતી અને આ પછી ત્રણેયને કોર્ટે શરતી જામીન પણ આપી દીધા હતા.

બીજી તરફ પાસ સમિતિ દ્વારા ફરી આંદોલનને વેગ આપવા માટે કન્વીનર હાર્દિક પટેલ 25 ઓગસ્ટના રોજ અમદાવાદથી આમરણાંત ઉપવાસ કરવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ માટે પાસ સમિતિ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નિકોલમાં એક ગ્રાઉન્ડની પરવાનગી માંગવામાં આવી છે. જોકે AMCએ આ ગ્રાઉન્ડને ફ્રી પાર્કિંગ જાહેર કરી દેતા હાર્દિકના કાર્યક્રમને પરવાગી ન મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોર્પોરેશને તે જગ્યાએ ‘ફ્રી પાર્કિગ પ્લોટ’ના સાઈન બોર્ડ પણ મારી દીધા છે.

પાસના પ્રવકતા નિખિલ સવાણીએ  જણાવ્યું હતું કે, ‘આ સરકાર ની તાનાશાહીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. પાસ ટીમે આમરણાંત ઉપવાસ માટે માંગેલ ગ્રાઉન્ડને કોર્પોરેશને જનરલ ડાયરના આદેશથી પાર્કિંગ ઝોન જાહેર કર્યું. અચાનક કોર્પોરેશને ફ્રી પાર્કિંગ પ્લોટ ના બોર્ડ માર્યા છે. હાર્દિક પટેલના એક અવાજ પર અમે રસ્તા પર આમરણાંત ઉપવાસ કરીશુ.પછી કાયદા અને વ્યવસ્થા ની જે સ્થિતિ થશે તેની જવાબદારી ગૃહ મંત્રી ની રહશે.

નિખિલ સવાણીએ વધુમાં જણાવ્યું કે, ‘જો અમને ગ્રાઉન્ડ નહીં મળે તો પણ 25 ઓગસ્ટના રોજ જ ઉપવાસનો કાર્યક્રમ યોજાશે. અમને એ વાતની ખુશી છે કે પાસના આંદોલનને કારણે નિકોલ વિસ્તારની જનતાને ફ્રી પાર્કિંગ પ્લોટનો લાભ મળશે. રાજ્યમાં પહેલી વખત કોઈ કોર્પોરેશને આંદોલનને કારણે ફ્રી પાર્કિગનો નિર્ણય લેવો પડે છે.’

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here