લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપે તૈયાર શરૂ કરી દીધી છે. ઉમેદવારોની સેન્સ લેવાની કામગીરી પૂરી થઈ ગઈ છે. દરેક વિસ્તારના નેતાઓ પોતાની દેવાદારી નોંધાવી રહ્યા છે. ત્યારે કઈ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તેની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહી છે.
ગુજરાતની 26 બેઠકો માટે હાલના સાંસદોએ તેમને ફરી ટિકીટ મળે તે માટે પૂરી તાકાત લગાવી દીધી છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે હાલના 50 ટકા સાંસદોની ટિકીટ કપાઈ શકે છે. જેમાં ગાંધીનગર બેઠક પરથી ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીનું નામ પણ સામે આવી રહ્યું છે.
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ ગાંધીનગરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ચૂંટણી લડાવવાની માંગણી કરી રહ્યા છે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ અને આનંદીબહેન પટેલ પણ ચૂંટણી લડવા માંગે છે.