રાજ્ય સરકાર ભલે બહેન-દીકરીઓ સલામત હોવાના દાવા કરતી હોય પરંતુ વાસ્તવિકતા કઈં અલગ જ છે. ગુજરાતમાં રોજ-બરોજ હેવાનિયતની હદો વટાવતા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. સ્ત્રીઓનું માન સમ્માન અને ઇજ્જતને લઇને મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે.
લાઠીના છભાડિયા ગામે રહેતી એક યુવતીને કેટલાક યુવકો કોઈ જગ્યાએ લઈ ગયા હતા અને તેને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી.પોતાની સાથે બનેલી ઘટના અન્ય લોકોને કહેવા માટે દુષ્કર્મ આચરનારા શખ્સોએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે કારણે યુવતી ગભરાઈ જઈ સતત દુષ્કર્મનો શિકાર બનતી રહી.
જો કે યુવતીએ પોતાના પર થતા અત્યાચારની પીડા સહન ન થતા અંતે પોલીસને હકીકત જણાવી હતી. છભાડિયા ગામે રહેતી અને મજૂરી કામ કરતી 22 વર્ષીય યુવતીએ વિવેક મનસુખભાઇ બગડા, વિજય હરીભાઇ બગડા, વિજય નરશીભાઇ મેવાડા, મનીષ ભગવાનભાઇ બગડા તથા ચીરાગ રમેશભાઇ મેવાડા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
જે મુજબ આરોપીઓ ધાક ધમકી આપીને બળજબરી પૂર્વક અલગ અલગ લઈ ગયા હતા, મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ નરાધમોએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાલમાં પોલીસે ગુનો નોંધીને આ કેસની વધુ તપાસ શરૂ કરી છે.