અમૃતસર દુર્ઘટના: ‘હવામાં ઉડતાં હતા શબના ટુકડા’, લોકોએ સંભળાવી કરુણાંતિકા

અમૃતસર: દશેરાના દિવસે અમૃતસરમાં રાવણ દહન નિહાળી રહેલા લોકો ટ્રેન નીચે કચડાઈને મરી ગયા. આ ઘટનાને યાદ કરીને કંપારી છૂટી જાય છે. મૃતકોના પરિવારજનો ચોધાર આંસુએ રડી રહ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ધોરણ 11ના વિદ્યાર્થી મનીષના પિતાનું દુઃખ કોઈ સાંત્વનાથી ઘટવાનું નથી. પોતાના દીકરાના કપાયેલા માથાની તસવીર લઈને ફરી રહ્યા છે અને લોકોને પૂછે છે કે શું તેમણે ક્યાંય દીકરાનું ધડ જોયું છે?

દીકરાની ભયાનક મોતને યાદ કરીને અશ્રુભીની આંખોએ પિતા વિજય કુમારે કહ્યું કે, “મનીષ મિત્રો સાથે દશેરા જોવા ગયો હતો પરંતુ દુર્ઘટના સ્થળે અમને મનીષ ન મળ્યો. આજે વ્હોટ્સએપ પર કોઈ મને કપાયેલા માથાની તસવીર મોકલી. મનીષનું માથું જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. હું તરત હોસ્પિલ પહોંચ્યો અને તેની બોડી શોધવાની શરૂ કરી.”

વિજય કુમાર જેવા ઘણા અન્ય લોકો છે જેમણે આ હૃદયદ્રાવી દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. કિમતીલાલ પોતાની 18 મહિનાની દોહિત્રી નૂર સાથે દશેરા ઉજવવા માગતા હતા. એટલે તેમણે પોતાની દીકરી અનુને લુધિયાણાથી ઘરે બોલાવી. પરંતુ હવે આ દુર્ઘટનામાં તેમના મોત થતાં નૂરના નાના અને પિતા પોતાને જવાબદાર માને છે. અને આ દુર્ઘટનાને યાદ કરીને રડી પડે છે.

ગુરુનાનક દેવ હોસ્પિટલમાં દાખલ થયેલા કિમતીલાલને અંદાજો પણ નહોતો કે થોડી જ દૂર ડૉક્ટર તેમની દીકરી અને દોહિત્રી નૂરની ઓટોપ્સી કરતા હતા. કિમતીલાલ આ દુઃખદ ઘડીને યાદ કરીને કહે છે કે, “અમે ત્રણેય ટ્રેક પર હતા. ટ્રેન જોઈને અમે ભાગ્યા પરંતુ અચાનક જ લોકો અમારા પર પડવા લાગ્યા પછી શું થયું તે મને યાદ નથી.”

ટ્રેનની વિસલ પણ ન સંભળાઇ

આ ટ્રેન જલંધરથી અમૃતસર આવી રહી હતી, જે પાટા પરથી ટ્રેન પસાર થવાની હતી ત્યાં રાવણ દહનને નિહાળવા માટે આશરે 300થી વધુ લોકો એકઠા થયા હતા. આ વિસ્તારમાં ડબલ ટ્રેક હોવાથી બન્ને બાજુથી ટ્રેન આવી રહી હતી. જે પાટા પર ઉભેલા લોકો પર ચડી ગઇ હતી. ટ્રેનના ડ્રાઇવરે દુરથી જ વિસલ વગાડવાનું શરુ કર્યું હતું, જોકે તે જ સમયે રાવણનું દહન થઇ રહ્યું હોવાથી લોકો બુમ બરાડા પાડી રહ્યા હતા જેથી ટ્રેનનો અવાજ ન સંભળાયો અને મોટી જાનહાની સર્જાઇ.

રેલવેને ન હતી કોઇ જાણકારી

આ અંગે રેલવેએ કહ્યું કે, પુતળા દહન જોવા માટે લોકો ટ્રેનના પાટા ઉપર એકત્ર થવું એ સ્પષ્ટરૂપથી અતિક્રમણનો મામલો હતો. અને આકાર્યક્રમ અંગે રેલવેએ કોઇ જ મંજૂરી આપી ન હતી. અમૃતસર પ્રશાસન ઉપર આ દુર્ઘટનાની જવાબદારી ઢોળતા સત્તાવાર સુત્રોએ કહ્યું કે, સ્થાનિક અધિકારીઓને દશેરાના કાર્યક્રમની જાણકારી હતી. જેમાં એક વરીષ્ઠ મંત્રીની પત્નીએ પણ હાજરી આપી હતી. રેલવે અધિકારીઓએ કહ્યું કે, “અમને આ અંગે કોઇ જાણકારી આપી ન હતી. અમારી તરફથી કાર્યક્રમને લઇને કોઇ મંજૂરી આપવામાં આવી ન હતી. સ્થાનિક પ્રશાસને આ અંગે જવાબાદી લેવી જોઇએ.”

PHOTOS: રાવણ દહન જોઈ રહેલા લોકોને ટ્રેને કચડ્યા, ચારેબાજુ પડી લાશો

પોલીસના મતે આ ઘટનામાં 50થી વધારે લોકોના મોત થયાની આશંકા છે.આ ઘટના અમૃતસરના જોડા ફાટક પાસે બની હતી.

એક ટ્રેન પઠાનકોટથી અમૃતસર જઈ રહી હતી. નજરે જોનાર લોકોના મતે ફટાકડાના અવાજમાં ટ્રેનનો અવાજ સંભળાયો ન હતો.

ઘટનાસ્થળના 100થી 150 મીટરના દાયરામાં લાશો જોવા મળે છે. એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ અભિયાનમાં લાગી ગઈ છે.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે દશેરાનો કાર્યક્રમ કોંગ્રેસી નેતા કરાવી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર ચીફ ગેસ્ટ હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top