આગામી ચાર સપ્તાહમાં થશે વિશ્વ યુદ્ધ, રશિયાના સૈન્ય નિષ્ણાંતોએ કર્યો ચોંકાવનારો દાવો…

સમગ્ર વિશ્વ હાલમાં કોરોના મહામારીનો સામો કરી રહ્યું છે. તેવામાં રશિયાના સૈન્ય નિષ્ણાંતોએ એવું નિવેદન આપ્યું છે, કે આગામી 4 સપ્તાહમાં વિશ્વ યુદ્ધ થશે, અને કોરોના મહામારી વચ્ચે જો વિશ્વ યુદ્ધ થયું તો પરિણામ શું આવી શકે છે. તેની કલ્પના પણ ન થઈ શકે આ સામાચાર સામે આવ્યા બાદ લોકોમાં એક રીતે ભયનો માહોલ પેદા થઈ ગયું છે.

રશીયા અને યુક્રેનની સીમા પર તણાવ વધી રહ્યો છે. જતેવામાં સૈન્યના નિષ્ણાંતોએ એવી ચેતવણી આપી છે. કે જો પરિસ્થિતીમાં સુધારો નહી આવે તો એક મહિનાની અંદર વિશ્વ યુદ્ધ થશે. રશિયાએ તાજેતરમાંજ તેની વિવાદીક સીમા પર 4 હજાર જેટલા સૈનિકો મોકલ્યા છે. જેથી યુરોપ પણ એલર્ટ થઈ ગયું છે. પરિણામે વિશ્વ યુદ્ધ થાય તેવી આશંકા સેવાઈ રહી છે.

હાલ ત્યાની પરિસ્થિતીને જોઈને સૈન્યના વિશ્લેષકો દ્વારા કહેવામાં આવ્યું છે કે યુદ્ધ ગમે ત્યારે થઈ શકે છે. અને યુદ્ધ માટે માત્ર થોડાક સપ્તાહ બાકી છે. સેનાના જવાનોનું કહેવું છે પરિસ્થિત વણસી રહી છે. લોકો સુધી વાત નથી પહોચી રહી કે ન તો મીડિયા દ્વારા લોકોને કઈ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ પરિસ્થિતીને જોતા યુદ્ધ તરફ સંકેતો જઈ રહ્યા છે.

આ સીવાય સૈન્યના નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું છે. કે જો યુદ્ધ થશે તો તે યુદ્ધ માત્ર બે દેશો સુધી સિમિત નથી રહેવાનું યુદ્ધ વિશ્વ સ્તરે ફેલાશે તેવી તેમણે આશંકા વ્યક્ત કરી છે પુતીનના આદેશ બાદ ટેન્ક અને અન્ય વાહનો સાથે 4 હજાર જેટલા સૈનિકોને બોર્ડર પર મુકી દેવામાં આવ્યા છે. જેના કારણે યુરોપે પણ તેની સેનાને એલર્ટ કરી દીધી છે.

થોડાક દિવસો પહેલા યુક્રેનના કમાન્ડર દ્વારા કહેવામાં આવ્યું હતું કે રશીયા તેમના દેશ પ્રત્યે આક્રમક નીતી રાખી રહ્યું છે. કારણકે રશિયાએ 25 ટેક્ટિક ગ્રુપ બોર્ડર પર એક્ટિવ કરી દીધા છે. જેના કારણે યુક્રેન દ્વારા પણ પુરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. પરંતુ રશીયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગભરાવાની જરૂર નથી કારણકે તેઓ કોઈ યુદ્ધની તૈયારી નથી કરી રહ્યા..

ઉલ્લેખનિય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે જો યુદ્ધ થશે તો આ યુદ્ધ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જશે. કારણકે રશિયા અમેરિકાની વિરુદ્ધમાં છે. બીજી તરફ યુક્રેન પણ અમેરિકાનું ખાસ છે. થોડાક દિવસો પહેલાજ હથિયારો ભરેલી કાર્ગો શિપ યુક્રેન પહોચી હતી. જેના રશીયાએ વિરોધ નોધાવ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top