થરાદ અને અમરાઇવાડી વિધાનસભા બેઠક માટે બંને નેતાઓમાં હાઇકમાન્ડે ફરક ગણ્યો. નામ રેસમાં નહીં હોવા છતાં આનંદીબહેન જૂથના જ જગદીશ પટેલની પસંદગીથી આશ્ચર્ય. બનાસકાંઠાની થરાદ બેઠક પર જ્યાં શંકર ચૌધરીનું નામ નિશ્ચિત મનાતું હતું ત્યાં પાર્ટીએ ભાજપમાં ઉત્તર ગુજરાતના આ યુવા ઓબીસી નેતાને આંચકો આપ્યો છે.
કેટલાંક કહે છે કે આનંદીબહેન સાથેની ચૌધરીની ઘનિષ્ઠતાને કારણે તેમને બહાર રખાયાં, પરંતુ તે જ ફેક્ટર જગદીશ પટેલને પણ નડ્યું હોત તો પણ અમરાઇવાડીથી ટિકિટ કેમ મળી તે બાબતે આશ્ચર્ય સર્જાયું છે.
અન્યોને નુકસાન કરવું ચૌધરીને ભારે પડી ગયું,ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર આનંદીબેનના વિશ્વાસુ ગણાતા હોય તેમને ટિકિટ ન આપવી તેવો કોઇ ક્રાઇટેરિયા ગુજરાત ભાજપમાં નથી. પરંતુ શંકર ચૌધરીને તેમની અતિશય મહત્વાકાંક્ષા નડી ગઇ.
મહત્વાકાંક્ષી હોવું ખોટું નથી પરંતુ તેના કારણે અન્યોને નુકસાન કરવું ચૌધરીને ભારે પડી ગયું. ઉત્તર ગુજરાતમાં એક સમયે ભાજપમાં એકચક્રી શાસન ભોગવી ચૌધરીએ અન્ય કાર્યકર્તાઓને કરેલા ભારોભાર અન્યાયની શિક્ષા હાલ ચૌધરી ભોગવી રહ્યા છે.
સામે જીવરાજ પટેલ ભાજપમાં કોઇ બહુ મોટું નામ નથી, પરંતુ સ્થાનિક સમીકરણો અને પક્ષની પરિવારવાદ વિરોધી વિચારધારાને કારણે તેમને ટિકિટરૂપી ડ્રો લાગી ગયો છે. પોતે અમરાઇવાડીના સ્થાનિક હોવા છતાં ટિકિટ ન મળીઅમરાઇવાડી બેઠક પરના ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ પણ આનંદીબહેન જૂથના જ છે પરંતુ તેમને ઘણાં સમયે ટિકિટ મળી છે.
અમદાવાદ શહેર એકમના ભાજપના ભૂતપૂર્વ પ્રમુખનું નામ દરેક વિધાનસભા અને લોકસભા ચૂંટણી વખતે દાવેદારી માટે મોખરે આવતું હતું પરંતુ આ પેટાચૂંટણીમાં તેમનું નામ આશ્ચર્યજનક રીતે પોતે અમરાઇવાડીના સ્થાનિક હોવા છતાં દાવેદારોની આગલી હરોળમાં ન હતું. આરએસએસ સાથેના સંબંધ કામ કરી ગયા.
ભાજપના એક વરિષ્ઠ નેતા કહે છે કે જગદીશ પટેલને આ અંગેનો અંદાજ પહેલેથી જ આવી ગયો હતો અને એટલે જ તેમણે દાવેદારી નોંધાવવા માટે જોર અજમાવ્યું ન હતું. આરએસએસ સાથેના તેમના સંબંધો પણ અહીં કામ કરી ગયા અને એટલે જ આનંદીબહેન પટેલ જૂથની છાપ છતાં તેમને ટિકિટ મળી.
ગુજરાતની પેટા ચૂંટણીમાં શંકર ચૌધરીને ટિકિટ ન મળતા તેમના સમર્થકોએ થરાદનાં આસોદર ગામે શંકર ચૌધરીનાં સમર્થનમાં નોટામાં વોટ કરવા માટે સભા બોલાવી હતી. જોકે આ સભાનો ફિયાસકો થયો છે. ગુજરાતની પેટા ચૂંટણીમાં શંકર ચૌધરીને એક પણ બેઠક પરથી ટિકિટ ન મળતા તેમના સમર્થકો નારાજ થયા હતા.
જેને પગલે તેઓ ચૂંટણીમાં નોટા પર વધારે ભાર મુકી રહ્યાં છે. શંકર ચૌધરીના સમર્થનમાં નોટામાં વોટ કરવા બોલવાયેલી સભાનો ફિયાસકો.અગાવ પણ શંકર ચૌધરીને ટિકિટના મળતાં સમર્થકો નારાજ હતા.
પોલીસ અને આચારસંહિતા અમલીકરણના અધિકારીઓએ પહોંચીને મિટિંગને રોકાવી. રાધનપુર વિધાનસભા બેઠક પર ભાજપે અલ્પેશ ઠાકોરની શક્યતા વધારે હોઇ શંકર ચૌધરીને થરાદ બેઠકની આશા સેવી હતી. જોકે શંકર ચૌધરીને એક પણ બેઠક પરથી ટિકિટ મળી ન હોવાથી તેઓ હતાશ થયાં હતાં. ત્યારે હવે ભાજપમાં આંતરિક વિખવાદ સર્જાયો છે.
જેને પગલે થરાદનાં આસોદર ગામે શંકર ચૌધરીનાં સમર્થનમાં નોટામાં વોટ કરવા માટે સભા બોલાવી હતી. જોકે આ સભાનો ફિયાસકો થયો છે. આસોદર ગામની ગૌશાળામાં વગર મંજૂરીએ 300 જેટલાં યુવકો ભેગાં થતાં પોલીસ અને આચારસંહિતા અમલીકરણનાં અધિકારીઓએ સ્થળ પર પહોંચીને મિટિંગને રોકાવી હતી. સમર્થકોએ ફેરવી તોડ્યું, પોલીસ અને અધિકારીઓની ટીમને જોઈ ભેગા થયેલા યુવકોએ નોટા બાબતે ફેરવી તોળ્યુ હતું કે અમે કોઈને બોલાવ્યા નથી.
તેમજ આ અંગે લેખિતમાં આપ્યુ હતું. ત્યારે યુવાનોએ કહ્યું હતું કે અમે વર્ષોથી ભાજપને મત આપીએ છીએ પણ ભાજપે યુવા નેતાને ટિકિટ ન આપતા અમે નારાજ થયા છીએ. ગુજરાતની પેટાચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે અને 24 ઓક્ટોબરે મતગણતરી થવાની છે. ત્યારે ગુજરાતની 6 બેઠકો પરના ભાજપના ઉમેદવારોની જાહેરાત થઇ ચૂકી છે. ગુજરાતની આ 6 બેઠકો પરના લોકોને જેની રાહ હતી તે ઉમેદવારોની યાદી જાહેર થઇ ચૂકી છે અને તેઓએ ફોર્મ પણ ભરી દીધા છે.