ગુજરાતની આ નગરપાલિકા ફેરિયાઓને કોઈપણ ગેરંટી વિના આપશે લોન, જાણો શું છે તેના પાછળનું કારણ?

કેન્દ્ર સરકાર દ્વારા શેરી વિક્રેતાઓ માટે એક ખાસ યોજના બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા શેરી વિક્રેતાઓ માટે ખાસ પી.એમ. સ્વાનિધિ યોજના અંતર્ગત તેમને કામમાં મદદ કરવા માટે 10 હજાર રૂપિયા સુધીની લોન અપાઈ રહી છે. આ અંતર્ગત અંજાર નગરપાલિકા ચર્ચામાં આવી છે. તેના પાછળ અંજાર નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલું કામ ચર્ચામાં આવ્યું છે.

અંજાર નગરપાલિકા દ્વારા સામે ચાલીને ફેરિયાઓને લોન આપવા માટે ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે. આ અંગે અંજાર નગરપાલિકાના સ્વર્ણિમ જયંતિ યોજનાના ચેરમેન જ્યેન્દ્રસિંહ જાડેજાએ વિગતો આપતા કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારની આ યોજના અંતર્ગત લારી, કેબિન અને પાથરણા કરીને બેસનાર વેપારીઓને કોરોના કાળમાં પ્રોત્સાહન મળી રહે તે માટે યોજના બનાવવામાં આવી છે.

તેમાં કોઈપણ પ્રકારની ગેરેન્ટી વગર રૂ. 10 હજારની લોન અપાઈ રહી છે. જે યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં અંજાર પાલિકા દ્વારા 870 ફેરિયાઓના ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાંથી 417 વેપારીઓને લોન મળી ગઈ છે અને બાકીનાની પ્રોસેસ ચાલી રહી છે.

આ યોજના અંતર્ગત વધુથી વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે પાલીકા દ્વારા નાની શાકમાર્કેટ પાસે કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 25 ફોર્મ ભરવામાં આવ્યા હતા. અત્યારે પણ આ યોજના માટે નગરપાલિકામાં ફોર્મ ભરવાનું ચાલી રહ્યું છે. જેથી જરૂરીયાત વાળા વેપારીએ 10 હજારની લોન લેવા માટે પાલિકામાં આવી માત્ર આધારકાર્ડ, બેંક પાસબુક અને મોબાઈલ લઈ આવી ઓનલાઇન અરજી કરવાની જરૂરીયાત રહેશે. ત્યાર બાદ બેંક દ્વારા વેપારીને લોન આપવામાં આવે છે.

જ્યારે આ યોજના અંતર્ગત વેપારીને દર મહિને એક ફિક્સ હપ્તો ભરવાનો હોય છે. જે 12 મહિના સુધી ચાલે છે જો વેપારી ઈચ્છે તો વહેલા રૂપિયા આપી શકે છે. 12 મહિના ચાલનાર હપ્તામાં તેમને 800 રૂપિયા વ્યાજ ચુકવવું પડે છે. જે વેપારી રેગ્યુલર હપ્તા ભરે છે તેને બીજી વખત 10 ની જગ્યાએ 20 હજારની લોન પ્રાપ્ત થાય છે અને ત્યાર બાદ 40 હજારની લોન પણ મેળવી શકે છે. આ સિવાય વ્યાજમાંથી 7 ટકા સુધીની છૂટ પણ આપવામાં આવે છે.

જ્યારે ડીઝીટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે જો લોન લેનાર વેપારી પોતાના ગ્રાહક પાસેથી ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાવે છો તો દર મહિને 50 ઓનલાઇન ટ્રાન્જેક્શન પર 100 રૂપિયા પરત પણ આપવામાં આવશે. જેના લીધે 12 મહિને 1200 રૂપિયા પરત મેળવી શકશે જે આવક વ્યાજ કરતા પણ વધુ રહેલી છે. જ્યારે ડીજીટલ ઇન્ડિયન હેઠળ બેકીંગને લગતી કામગીરી ડીઝીટેલાઇશેસન રીતે થાય તે અંગે સરકાર દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

Scroll to Top