દીકરીઓને ફસાવીને મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કે ફરજ પાડતાં લોકો સામે નવો કાયદો બન્યો છે જે અંતર્ગત આરોપીઓ સામે કાર્યવાહી થઇ રહી છે. ગુજરાતમાં લવ જેહાદનો કાયદો અમલી બન્યા બાદ અનેક પીડિતો સામે આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા ધોરાજીમાં રહેતા મહંમદ ઉર્ફે ડાડો ગનીભાઇએ પોતે મહિલાને પરિણીત હોવા છતાં અપરણિત હોવાનું કહીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી.
આ મુસ્લિમ શખ્સે હિન્દુ યુવતીને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મઅંગીકાર કરવા ધમકી આપી હતી.આ અંગેની લવજેહાદની ફરિયાદ રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેને જે આધારે આજે ધોરાજી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે પોલીસ તપાસમાં આરોપી ધર્મઅંગીકાર કરાવવા માનસિક ત્રાસ આપતો હોવાનું ખુલ્યું હતું.
પોલીસના જણાવ્યાં મુજબ ધોરાજીના રાધા નગરમાં રહેતો મોહમ્મદ ઉર્ફે ડાડો ગની પરિણીત હોવા છતાં કપટપૂર્વક પોતાના લગ્ન ન થયાનું જણાવ્યું હતું. યુવતીને લલચાવી ફોસલાવીને ઈસ્લામ ધર્મ મુજબ ધાર્મિક કલમા સોશિયલ મીડિયામાં મોકલી પઢાવ્યાં હતા.ઉપરાંત અવારનવાર મુસ્લિમ ધર્મપરિવર્તન કરાવવા માટે માનસિક દબાણ કરતો હતો. લગ્નની લાલચ આપીને યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી મરજી વિરૂદ્ધ તેની સાથે જાતીય સંબધ બાંધ્યો હતો.
દુષ્કર્મ આચરીને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મપરિવર્તન કરવાનો પ્રયત્ન કરતો હતો. જેથી જે યુવતીના પરિવારે નોંધાવેલી ફરિયાદને આધારે આરોપી સામે ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય (સુધારો) અધિનિયમ-2021ની કલમ 4 સહિત વિવિધ કલમો મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.