અનુપમા ફેમ રુપાલી ગાંગુલીએ કોરોનાને આપી ટક્કર

ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ઉર્ફે અનુપમાના ફેન્સ માટે એક ખુશખબરી છે. થોડા દિવસ પહેલા સીરિયલ અનુપમાની એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી કોવિડ પોઝિટિવ હોવાની ખબર સામે આવી હતી.પરંતુ હવે રૂપાલી ગાંગુલીએ કોરોનાને માત આપી દીધી છે અને તે એકદમ સ્વસ્થ છે. પ્રાપ્ત માહિતી મુજબ, સિરીયલ અનુપમાની એક્ટ્રેસ કોરોનાના સંક્રમણથી મુક્ત થઈ ગઈ છે અને તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો છે. રૂપાલી ગાંગુલી બહુ જલ્દી સિરિયલનું શૂટિંગ શરૂ કરશે.

પ્રાપ્ત માહિતી મુજબ, શક્ય હશે તો આગામી સપ્તાહથી રૂપાલી ગાંગુલી સિરીયલનું શૂટિંગ શરૂ કરી દેશે અને જો પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો એક્ટર સુધાંશુ પાંડે પણ સિરીયલનું શૂટિંગ શરૂ કરી દેશે. તમને જણાવી દઈએ કે, રૂપાલી અને સુધાંશુની સાથે-સાથે આશિષ મલ્હોત્રા અને પારસ કલનાવત પણ કોવિડ પોઝિટિવ હતા. તમને જણાવી દઈએ કે, રૂપાલી ગાંગુલી કોરોના સંક્રમિત હોવાથી સિરીયલમાં ઘણા સમયથી કર્ફ્યૂ નો ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રંજન શાહીનો શો ‘અનુપમા’ આજકાલ ટીઆરપી રેટિંગમાં સૌથી ઉપર છે. તેની પાછળ આ સિરીયલની કાસ્ટ ખૂબ મહેનત કરી રહી છે. દરેક કલાકાર પોતાનું ધમાકેદાર પરફોર્મન્સ આપી રહ્યા છે. અનુપમા સિરીયલના લીડ કેરેક્ટર રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે ઘરદીઠ લોકપ્રિય થઈ ગયા છે. રુપાલી ગાંગુલી ટીવી એક્ટ્રેસ છે અને તેણે ઘણા શોમાં દમદાર રોલ પ્લે કર્યો છે. સોશિયલ મીડિયા પર પણ રુપાલી ગાંગુલી વધારે સક્રિય છે અને તે ફોટા અને વિડીયો પણ શેયર કરતી રહે છે.

Scroll to Top