અસમ: બ્રહ્મપુત્ર નદીમાં બે બોટ વચ્ચે ભીષણ ટક્કર, 100 થી વધુ લોકો સવાર હતા, ગુમ થયેલા ની શોધખોળ હજી શરૂ છે

અસમની બ્રહ્મપુત્ર નદીમાં ભીષણ બોટ દુર્ઘટનાની ઘટના સામે છે. યાત્રીઓથી ભરેલી બે બોટ વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ ઘણા લોકો ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના રાજ્યના જોરહટ જિલ્લાના નીમતીઘાટ પર બની છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, બંને બોટમાં 100થી વધારે યાત્રી સવાર રહેલા હતા.

રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા દ્વારા આ ઘટનાની જાણકારી આપતા દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેની સાથે તેમના દ્વારા માજુલી અને જોરહાટ જિલ્લા પ્રશાસનને એનડીઆરએફ અને એસડીઆરએફની મદદથી બચાવ અભિયાન ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ દુર્ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું છે કે, લોકોને બચાવવા માટે બધા સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હું બધાની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું.

તેની સાથે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા દ્વારા પોતાના મંત્રી બિમલ બોરાને જલ્દી માજુલી પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે કહેવામાં આવ્યું છે. સીએમ દ્વારા પોતાના પ્રધાન સચિવ સમીર સિન્હાને સતત ઘટનાક્રમ પર નજર રાખવાનો આદેશ અપાયો છે. હિમંત બિસ્વા દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે, તે ઘટનાસ્થળનો પ્રવાસ કરવા અને સ્થિતિની સમીક્ષા કરવા માટે કાલે માજુલી પહોંચવાના છે.

જ્યારે જોરહાટના અતિરિક્ત ડીસી દામોદર બર્મ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દુર્ઘટનામાં સામેલ બંને બોટમાં લગભગ 50-50 લોકો સવાર રહેલા હતા. જેમાંથી 40 લોકોને બચાવી લેવાયા છે. બાકી લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ એક બોટ માજુલીથી નીમતીઘાટ તરફ જઈ રહી હતી ત્યારે બીજી વિપરિત દિશામાંથી આવી રહી હતી. જેના કારણે આ ભયંકર ઘટના બની હતી.

Scroll to Top