કોંગ્રેસ કાર્યકારી સમિતિની આજે બેઠક, નવા અધ્યક્ષને લઈને આજે આવી શકે છે મોટા સમાચાર

દેશના અનેક રાજ્યોમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ પાર્ટી દ્વારા 16 ઓક્ટોબરે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક યોજવાની જાહેરાત કરી હતી. જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક આજે એટલે કે શનિવારે યોજાશે. આ બેઠકમાં પાર્ટીના નવા અધ્યક્ષ, સંગઠનની ચૂંટણી, આગામી વિધાનસભા ચૂંટણી અને વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા થશે.

આ બેઠકના એજન્ડામાં દેશની વર્તમાન રાજનીતિક સ્થિતિ, આગામી વિધાનસભા ચૂંટણી અને પાર્ટીની સંગઠનાત્મક ચૂંટણી સામેલ થશે. ગયા અઠવાડિયે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. શક્ય છે કે 10 વાગે યોજાનારી આ બેઠકમાં કોંગ્રેસના નવા કાયમી અધ્યક્ષની પણ પસંદગી થઈ શકે. આ બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ, આગામી વિધાનસભાની ચૂંટણીઓ પર પણ ચર્ચા થશે.

વરિષ્ઠ નેતાઓએ કરી હતી માંગ

હાલમાં કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બોલાવવાની માંગ કરી હતી. કોંગ્રેસના નેતાઓ કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદે પણ સોનિયા ગાંધીને પત્ર લખીને વિનંતી કરી હતી કે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બોલાવવામાં આવે અને સંગઠનાત્મક ચૂંટણીઓ અને પક્ષની આંતરિક બાબતો પર ચર્ચા કરવામાં આવે.

પાર્ટી અધ્યક્ષ અંગે ઉઠી રહ્યા હતા સવાલો

કોંગ્રેસમાં કાયમી પાર્ટી અધ્યક્ષ ન હોવાને કારણે તેમના માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. પાર્ટીની અંદર જ વિરોધ શરૂ થયો છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે તો ત્યાં સુધી કહ્યું હતું કે પાર્ટી પાસે કોઈ પ્રમુખ નથી. નિર્ણયો કોણ લઈ રહ્યું છે, ખબર નથી.

આ રાજનીતિક સંકટ વચ્ચે કપિલ સિબ્બલે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવાની માગ કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસને બરબાદ થતા નથી જોઈ શકતા. પાર્ટીને શરુઆત કરવી પડશે. સરકાર વિરુદ્ધ લડવા માટે પૂરી પાર્ટીને એકજૂટ થઈને લડવું જોઈએ. કોઈ પણ લડાઈ નેતા વગર નથી થઈ શકતી. તેથી કાર્ય સમિતિની બેઠક ટૂંક સમયમાં યોજાવવામાં આવે. કોંગ્રેસના સંગઠન ચૂંટણી પર કરાવી જોઈએ.

સોનિયા ગાંધી છે વચગાળાના અધ્યક્ષ

હાલમાં સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ છે. રાહુલ ગાંધીના રાજીનામા બાદ તેમણે અધ્યક્ષ પદ સંભાળ્યું, પરંતુ કાયમી અધ્યક્ષની માંગ માત્ર પક્ષની જ નહીં પણ પક્ષની બહાર પણ થવા લાગી છે. હાલના જ દિવસોમાં શિવસેનાએ પણ કાયમી અધ્યક્ષને લઈને પ્રશ્નો

Scroll to Top