InternationalNews

5G ટેસ્ટિંગ દરમિયાન 297 પક્ષીઓના મોત, 2.0 ની વાત સાચી સાબિત થઈ!

આધુનિક થવા માનવીએ લીધો પક્ષીઓનો જીવ

4જી બાદ હવે સમગ્ર દુનિયા 5જીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છે. 5જીને સંપૂર્ણ રીતે લોન્ચ કરવાને લઈને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ ઘણી દિગ્ગજ કંપનીઓ અલગ અલગ રીતે પરીક્ષણ કરી રહી છે. પરંતુ દુનિયાને સમગ્ર રીતે બદલવાનો દાવો કરનારી આ ટેકનિક અન્ય જીવો માટે ખતરો બની રહી છે. 5જીને લઈને આ સવાલ જ્યારે સામે આવ્યો છે જ્યારે નેધરલેન્ડમાં 5જી ટેસ્ટિંગ દરમિયાન અચાનક સેંકડો પક્ષીઓનો જીવ જતો રહ્યો. એવામાં ફરી એકવાર સવાલ ઊભો થાય છે કે શું આપણે આધુનિક થવા માટે અન્ય જીવો તથા પર્યાવરણ માટે ખતરો બની રહ્યા છીએ?

5G ટેસ્ટિંગ દરમિયાન 297 પક્ષીઓએ ગુમાવ્યો જીવ

લગભગ એક અઠવાડિયા પહેલા નેધરલેન્ડના હેગ શહેરમાં અચાનક જ સૈંકડો પક્ષીઓના મોતની જાણકારી ઝડપથી ફેલાવા લાગી. જાણકારી મુજબ હેગ શહેરમાં 5જી ટેસ્ટિંગ દરમિયાન લગભગ 297 પક્ષીઓ મોત પામ્યા. તેમાંથી 150 પક્ષીઓનું મોત ટેસ્ટિંગ શરૂ થતા જ થઈ ગયું. 5જી ટેસ્ટિંગના રેડિએશનનો એટલો ખરાબ પ્રભાવ હતો કે આસપાસના ઘણા તળાવોમાં બતકોમાં વિચિત્ર વ્યવહાર જોવા મળ્યો. તેઓ વારંવાર પોતાનું માથું પાણીમાં ડૂબાડી અને બહાર આવી રહી હતી.

પહેલા પણ 5જી ટેસ્ટિંગમાં થઈ પરેશાની

નેધરલેન્ડના આ શહેરમાં 5જી ટેસ્ટિંગ દરમિયાન રેડિયો ફ્રિક્વેન્સી રેડિએશન 7.40 ગીગાહર્ટ્ઝ હતી. જોકે હજુ સુધી તેના વિશે કોઈ ઔપચારિક પુષ્ટિ કરવામાં આવી નથી. આ પહેલા પણ એક અન્ય શહેરમાં 5જી ટેસ્ટિંગ સમયે ગાયો પરેશાન થઈ હતી. સ્વિત્ઝરલેન્ડમાં પણ 5જી ટેસ્ટિંગ દરમિયાન ગાયોનું ટોળું અચાનક જમીન પર પડી ગયું હતું. હાલમાં ડચ ફૂડ એન્ડ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સેફ્ટી ઓથોરિટી મૃત પક્ષીઓનું લેબમાં ટેસ્ટિંગ કરી રહી છે. જે પાર્કમાં આ પક્ષીઓનું મૃત્યુ થયું છે તેને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત જાહેર કરાયો છે. આ મૃતક પક્ષીઓનું નામ સ્ટર્લિંગ છે.

દુનિયા માટે ખતરો બની શકે 5જી

હોલેન્ડની એક એનજીઓના ચેરમેન પિટર કેલિને જણાવ્યું કે, અમે પહેલાથી જણાવ્યું હતું કે માઈક્રોવેવથી કોઈપણ જીવને ખતરો નથી. પરંતુ પર્યાવરણના એક્ટપર્ટ ઘણા ડોક્ટરોએ વોર્નિંગ આપી હતી કે 5જી ટેકનિકમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનનો ઉપયોગ કરાય છે. આ ઝડપથી અન્ય જીવોના સ્કીનમાં ભળી જાય છે. તેનાથી કેન્સરનું સંક્ટ વધી જાય છે. 5જીના પ્રમોટર્સનો દાવો છે કે આ ટેકનિકથી ડેટા ટ્રાન્સફર ઘણું ઝડપથી થશે સાથે એનર્જી અને નાણાંકીય ખર્ચ ખૂબ ઓછો થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker