12 વર્ષની ઉંમરના સંદિપને અચાનક જ છોકરીઓને ગમતી વસ્તુઓ સારી લાગવા લાગી હતી અને તેને બાઈકને બદલે ગુલાબી રંગ વધારે ગમતો હતો. તે છોકરીઓની જેમ સૌથી વધારે ઢીંગલીઓ પસંદ કરતો હતો. જેથી સંદિપે આખરે કે જે તે અંદરથી છે તેને તે સમાજની સામે લાવશે અને સર્જરી કરાયા બાદ તે સંદિપમાંથી અલીશા બન્યો. જેથી રાજય સરકાર દ્વારા તેન પ્રથમ ટ્રાન્સ વુમનનો પ્રમાણપત્ર આપ્યું છે.
ગુજરાતની પ્રથમ ટ્રાન્સ વુમન તરીકે સુરતની અલીષાને ટ્રાન્સ ગર્લ્સનું પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ ઇસ્યુ કરતા કરતા તેણે સરકારી ચોપડે સત્તાવાર રીતે અલીષા તરીકે ઓળખ મેળવી શકશે. સર્જરી પાછળ લાખો રૂપિયા ખર્ચીને સુરતનો સંદીપ પટેલ બાદમાં અલીશા પટેલ બની હતી. આ બાદ તેણે નવી ઓળખ માટે સમાજ સુરક્ષા કચેરીમાં અરજી કરી હતી. ત્યારે સુરત કલેક્ટર દ્વારા અલીશાને ટ્રાન્સ ગર્લનું પ્રમાણ પત્ર અને ઓળખ કાર્ડ આપવામાં આવ્યુ હતું. હવે અલીશા સત્તાવાર રીતે ગુજરાતના ચોપડે તેની નવી ઓળખ નોંધાઈ છે.
ગુજરાતમાં ટ્રાન્સ વુમન તરીકે ઓળખકાર્ડ આપવાનો આ પ્રથમ કિસ્સો છે. વર્ષ 2019 મા કાયદો બન્યો હતો કે, લિંગ પરિવર્તન કરાવ્યા બાદ નવી ઓળખ આપવામાં આવી સકે છે. જે અંતર્ગત સંદીપ પટેલમાંથી અલીશા પટેલ બનેલ ટ્રાન્સ ગર્લે અરજી કરી હતી. ખરાઈ કરાયા બાદ તેને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યુ છે.
12 વર્ષની ઉંમરમાં જ સુરતમાં રહેતા સંદીપ પટેલને માલૂમ પડી ગયુ હતું કે તેમા સ્ત્રીઓના ગુણ છે. જેથી હિંમત કરીને તેણે ટ્રાન્સ ગર્લ માટે સર્જરી કરાવી હતી. આ પ્રમાણ પત્ર જ જેન્ડર ચેન્જ કરનાર વ્યક્તિનું નવુ બર્થ સર્ટિફિકેટ ગણાય છે.