અમરેલીનો બાપ બોલું છું કોઈના બાપથી હું ડરતો નથી, પૈસા આપવા છે 10 લાખ કે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવી નાખું?

ગુજરાતથી ધાક ધમકી વાળો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં સરકાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને ગુજસીટોક જેવા કાયદો લાદીને પોતાની જનતાને રક્ષક ગણાવી રહી છે. ત્યા ગુજરાતની હાલત હવે દયનિય બની રહી છે. તેવું એ માટે અમરેલીના એક ગુંડાનો ઓડિયો ક્લિક સામે આવ્યા બાદ જોવા મળી રહ્યું છે.

અમરેલીના એક ગુંડા દ્વારા પેટ્રોલ પંપના માલિકને ધમકી આપવામાં છે. ખંડણી માટે કરેલા ફોનમાં આ ગુંડો પોતાનું નામ છત્રપાલ વાળા બોલતો જોવા મળી રહ્યો છે. જે પેટ્રોલપંપના સંચાલક હિતેશ ભાઈને બંદૂકની ગોળી મારી ધમકી આપી રહ્યો જોવા મળી રહ્યો છે. અમે આ ઓડિયોની કોઈ પુષ્ટી કરી રહયા નથી.

અમરેલીનો આ ખંડણીખોર SP નિર્લિપ્ત રાયના નામનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. ખંડણીખોર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હું અમરેલીનો કાઠી દરબાર છું. કોઈ મારું કશું ઉખાડી શકશે નહીં. જ્યારે નિલિપ્ત રાયના દમ પર તમે છો. તે આખી જિંદગી અમરેલીમાં રહેવાના નથી. જો તારે સુરક્ષા જોતી હોય તો, 10 લાખ રૂપિયા પહોંચાડી નાખજે.

Scroll to Top