લ્યો હવે બાબા રામદેવ ‘સંસ્કારી જીન્સ’ અને લંગોટ પણ વેચશે!

બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે પોતાના કપડાંનો પ્રથમ સ્ટોર દિલ્હીમાં ખોલ્યો.

બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે હવે કપડાંના વેચાણમાં પણ ઝંપલાવ્યું છે. દેશમાં પ્રથમ કપડાંનો સ્ટોર દિલ્હીના પિતમપુરામાં ખોલવામાં આવ્યો છે. આ સ્ટોરમાં કપડાંની 3500 જેટલી વેરાઈટી ઉપલબ્ધ છે. જેમાં નાના બાળકોથી લઈ મહિલા અને પુરુષો માટે તમામ પ્રકારનાં વસ્ત્રો તેમજ યોગા વેર અને ફેન્સી ડ્રેસનો સમાવેશ થાય છે. જે ભારતીય શૈલીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે અને તે સંપૂર્ણપણે સ્વદેશી હશે. દિવાળી અને ધનતેરસના અવસર પર એક જીન્સ અને બે ટી-શર્ટ ફક્ત 1100 રૂપિયામાં મળશે.

બાબા રામદેવના પ્રવક્તા એસ કે તિજારાવાલાએ કહ્યું હતું કે, આપણા દેશમાં ફેબ ઈન્ડિયા જેવી વિદેશી કંપની ખાદી પ્રોડક્ટસ વેચી રહી છે તો આ મહાત્મા ગાંધી અને તેમની રાજનૈતિક વિચારધારાની હત્યા છે. પતંજલીની કપડાંના ક્ષેત્ર માટે મોટી યોજનાઓ છે. બાબા રામદેવની ‘ખાદી’ ઉત્પાદનમાં મોટા પાયે ઉતરવાની તૈયારી છે.

બાબા રામદેવ કહે છે કે પતંજલિ તે દરેક પ્રોડક્ટનું ઉત્પાદન કરશે જે વિદેશી કંપનીઓ ભારતમાં વેચી રહી છે. Made in India ના હેતુથી ઉત્પાદન કરવામાં લાગેલા બાબા રામદેવ ભારતીય બજારમાં પહેલેથી જ છે. દર્દીઓને ધ્યાનમાં રાખીને પણ કપડાં બનાવવામાં આવશે.

જો પતંજલિના ઉત્પાદનો ખરીદવામાં કોઈને સમસ્યા આવતી હોય તો ઘરે બેસીને આપ ફેસબુક અથવા ગૂગલ પરથી ઑર્ડર કરી શકો છો. બાબા રામદેવે આ માટે બંને મોટી ઓનલાઈન ટેક કંપનીઓ સાથે જોડાણ કર્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top