બાળપણમાં જ્યારે આપણે જંગલની સ્ટોરીઝ સાંભળતા હતા ત્યારે તેમાંની ઘણી સ્ટોરીઝમાં હાથીનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. હાથી ભલે ખૂબ જ વિશાળકાય દેખાતો હોય પરંતુ તે કેટલીયવાર એટલી જોરદાર હરકતો કરે છે કે જેના પર લોકો દિલ હારી જતા હોય છે. આ જ કારણ છે કે, હાથી દરેક વ્યક્તિને પસંદ આવે છે. સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે તેમના મજેદાર અને ક્યુટ વિડીયોઝ વાયરલ થતા રહે છે. આને જોયા બાદ લોકોને ખૂબ જ મજા આવી જાય છે.
Practice time 😄 pic.twitter.com/rXGN66RHeR
— Vikram (@vikrampalawat) September 20, 2021
અત્યારે સોશિયલ મીડિયા પર એક હાથીની મસ્તીનો જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ જ વિડીયોમાં હાથીનું બાળક ફૂટબોલ રમતું દેખાઈ રહ્યું છે. હાથીના બાળકને આટલા જોરદાર અંદાજમાં ફૂટબોલ રમતો જોઈને લોકો ખુશ થઈ ગયા છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લોકો આ વિડીયોને ખૂબ જ શેર કરી રહ્યા છે.
આ વિડીયોને ટ્વીટર પર વિક્રમ પલાવત દ્વારા શેર કરવામાં આવ્યો છે. વિડીયોમાં એક હાથીનું બાળક ફૂટબોલ સાથે રમતા દેખાઈ રહ્યું છે અને દોડતું દેખાઈ રહ્યું છે. વિડીયોમાં નાનકડો હાથી પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. આ હાથી જે જલસા કરી રહ્યો છે તેને જોઈને લોકોને ખૂબ જ મજા આવી રહી છે. વિડીયોમાં આપ જોઈ શકો છો કે, કેવી રીતે હાથીનું બાળક મસ્તીથી ફૂટબોલ સાથે રમી રહ્યું છે. તે દોડી-દોડીને પગથી ફૂટબોલને લાત મારી રહ્યું છે.