વેબ સીરીઝ અને ફિલ્મોના લોકપ્રીય એક્ટર સુમીત વ્યાસે સોશિયલ મીડિયા પર એક જબરદસ્ત ડાન્સ વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયો કોઈ લગ્નનો લાગી રહ્યો છે. વિડીયોમાં દેખાય છે કે, લોકો ખૂબ જ મોજથી ડાન્સ કરી રહ્યા છે. અત્યારે સોશિયલ મીડિયા પર લગ્નના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વિડીયોમાં ભારતીય લગ્નનો મશહૂર ડાન્સ કવર કરવામાં આવ્યો છે. આ વિડીયો વીરે દી વેડિંગ ફેમ સુમીત વ્યાસે પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં તમામ જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા છે પરંતુ એક વ્યક્તિ એવો છે કે જે સૌથી વધારે જોરદાર ડાન્સ કરી રહ્યો છે.
આ વાયરલ વિડીયોમાં જ્યાં તમામ જાનૈયાએ ડાન્સ કરી રહ્યા છે. પરંતુ આ બધા જ જાનૈયાઓની વચ્ચે એક ભાઈ એવો જોરદાર ડાન્સ કરી રહ્યા છે કે જેને જોઈને મજા આવી છે. સૌથી મોટી વાત એ છે કે, આ ભાઈ જે ડાન્સ કરી રહ્યા છે તેને કયા પ્રકારનો ડાન્સ કહી શકાય તે કહેવું જ મુશ્કેલ છે.