પરિણીતા ચાર વર્ષનાં બાળક સાથે 18 વર્ષનાં પ્રેમીને મળવા બંગાળથી વિદ્યાનગર આવી પહોંચી, પછી જોવા જેવું થયું….

આણંદના વિદ્યાનગરમાંથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાનગરમાં રહેનાર 18 વર્ષીય યુવકની 25 વર્ષની પરિણીત પ્રેમિકા તેના ચાર વર્ષનાં બાળક સાથે બંગાળથી તેને મળવા પહોંચી ગઇ હતી. જેના કારણે ઘણો હોબાળો થયો હતો. આ પ્રેમિકા દ્વારા તેના 18 વર્ષનાં પ્રેમીનાં ઘરમાં રહેવાની જિદ કરવામાં આવી હતી. જેના કારણે યુવાનના પરિવાર દ્વારા અભયમની ટીમને કોલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ આખી ઘટના સામે આવી હતી.

આ મુદ્દે મળી રહેલી માહિતી મુજબ, બંગાળી યુવતીને સોશિયલ મીડિયા અને એક મોબાઇલ ગેમ દ્વારા આ યુવક સાથે વાતચીત શરુ થઈ હતી. તેમ છતાં યુવાન હજી 18 વર્ષનો જ હતો જેના કારણે પરિવારે આ સંબંધને મંજૂર કર્યા નહોતા. ત્યાર બાદ તેમણે અભયમની મદદ માંગવામાં નક્કી કર્યું અને તેમને અભયમને કોલ લગાવી દીધો હતો. જેના લીધે યુવતીને અભ્યમની ટીમ દ્વારા સમજાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવી હતી. જ્યારે પતિને પણ આ અંગેની જાણ કરી દેવામાં આવી હતી.

યુવતીએ અભયમ ટીમને કહ્યું હતું કે, તેનો પતિ ખૂબ હેરાન કરતો હતો. તેમજ તેના માતા-પિતા આ દુનિયામાં રહ્યા નથી. તેમ છતાં, યુવતીએ બધી જુઠ્ઠી વાતો કહી હતી. ત્યાર બાદ શાંતિથી વાત કરીને યુવતીને વિશ્વાસમાં લઇ લીધી હતી. ત્યાર બાદ યુવતીએ કહ્યું હતું કે, તે પરણિત છે અને તેને ચાર વર્ષનું બાળક પણ રહેલું છે. ત્યાર બાદ સામે આવ્યું કે, આ યુવક દ્વારા જ યુવતીનું ટ્રેનમાં રિઝર્વેશન કરાવવામાં આવ્યું હતું.

યુવક દ્વારા એક શરત રાખવામાં આવી હતી એટલે પરિણીતા તેને મળવા આવી પહોંચી ગઈ હતી. યુવક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પ્રેમિકા તેને મળવા આવશે તો જ વાત કરશે. જેના કારણે પ્રેમિકા પણ મળવા આવવા માટે તૈયાર થઈ ગઈ હતી અને યુવકે રેલવેનું રિઝર્વેશન કરી આપતા તે ટ્રેનમાં બેસીને તેના ઘરે પહોંચી ગઈ હતી.

Scroll to Top