ભાણવડમાં માતા-દાદી-દીકરીએ કર્યો સામૂહિક આપઘાત, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

દેવભૂમિ દ્વારકાના ભાણવડ ગામમાં આજે એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. આજ સવારના ત્યાં આવેલ કબ્રસ્તાનની પાસે સામૂહિક આપઘાતની ઘટના કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અહીં માતા-દીકરી-દાદી એકસાથે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.

મૃતક મહિલાઓ દ્વારા જામનગરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો અને તપાસ હાથ ધરી છે.

આજે ભાણવડના ગાયત્રીનગર કબ્રસ્તાન વિસ્તાર પાસેથી ત્રણ મહિલાઓ દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો. ઘટના બાદ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. આ દરમિયાન મૃતક મહિલાઓ માતા-દીકરી-દાદી હોવાનું જાણવા મળ્યું છે.

તેની સાથે મૃતક મહિલાઓની ઓળખ સામે આવી છે. જેમાં સાહિસ્તા ઉર્ફે સોનુ નૂરમામદ શેખ, જેનમબાનું કાસમ ખાન સરવણીયા પઠાણ, નૂરજાબાનું નૂરમામદ શેખ નામ સામેલ છે. આ મહિલાઓના મોતથી હાહાકાર સર્જાયો અને લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. તેમ છતાં એક જ પરિવારની ત્રણ મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તે સામે આવ્યું નથી. પરંતુ આ કેસમાં ચકચારી વિગતો બહાર આવે તેવું જોવા મળી રહ્યું છે.

તેની સાથે આ મહિલાઓ જામનગરની રહેવાસી હતી અને ભાણવડામાં સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે. જ્યારે આર્થિક કારણ, સામાજિક કારણ કે પછી કોઈ કંકાસ ક્યા કારણસોર આ આપઘાત કરાયો છે તે પોલીસ તપાસમાં જ જાણકારી પ્રાપ્ત કરી શકાશે. પ્રાથમિક જાણકારી મુજબ પોલીસ દ્વારા મુતદેહને જામનગર પીએમ માટે ખસેડાયા છે.

Scroll to Top