ભારતના આ એકલા સાંસદ જેના આગલી લોકસભા ચુનાવથી પહેલા થઈ શકે છે લગ્ન. ભારતના ચુનાવી સાંસદ લોકસભા ચુંટણી 2019 એ 21 મી સદીની પહેલી ચુંટણી હતી જેમાં આ સદીમાં જન્મેલા બાળકોએ પણ પોતાનો મત આપ્યો હશે. તેથી, આ ચુંટણીમાં યુવાનોને આકર્ષવા માટે તમામ પક્ષોએ પોતપોતાની રીત અપનાવી હતી.
આ જ ક્રમમાં આ વખતે પક્ષોએ યુવાનોને ટિકિટ વહેંચીને જોરદાર ચુંટણી લડી હતી. જો કે આ યુવાનોએ પણ આ ચુંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. આ વખતે ઘણા નેતાઓ અને મહિલા નેતાઓ એવાં છે ,જેમણે હજી સુધી લગ્ન કર્યા નથી. આજે આપણે ભારતના અપરિણીત સાંસદો વિશે વાત કરીશું જે આ વખતે સંસદમાં પહોંચ્યા છે.
આપણે અહીં સાધુઓ અથવા સાધ્વી નેતાઓ વિશે વાત નથી કરી રહ્યા. કે ના કોઈ એવા નેતા કે જેમણે લગ્ન ન કરવાની ઘોષણા કરી છે. અમે એવા સાંસદો વિશે જણાવી રહ્યા છીએ, જેમના લગ્ન થવાની સંભાવના છે.
કોંગ્રેસના ત્રણ સૌથી લાયક અપરિણીત સાંસદ
લોકસભાની ચુનાવ 2019 માં કોંગ્રેસે કુલ 52 બેઠકો જીત હાંસિલ કરી છે. આવા 3 સાંસદ પણ છે જે આ 5 વર્ષમાં લગ્ન કરી શકે છે. સૌ પ્રથમ, આમાં કોંગ્રેસ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સૌથી લાયક છે. બેશક તેમની ઉંમર 48 વર્ષની છે. પરંતુ તેમણે ન તો લગ્નનો ઇનકાર કર્યો છે કે ના તો હા કરી.આવી સ્થિતિમાં હંમેશા અટકળો થતી રહે છે.
રાહુલની નજીકની મહિલા નેતા જોથીમાની.
તમિલનાડુમાં કરુર બેઠક જીત્યા બાદ મહિલા નેતા એસ જોથીમાની 43 વર્ષની છે. તેને તમિલનાડુની ટૂંકી કહાની માટે પણ જાણીતા છે. તે એક લેખીકા પણ છે અને 22 વર્ષની વયે યુથ કોંગ્રેસમાંથી રાજકારણમાં પ્રવેશી હતી.તે રાહુલ ગાંધીની ખુબ નજીકી હોવાનું કહેવાય છે.
કેરળની રમ્યા હરિદાસ.
કેરળના નવી કોંગ્રેસના નવા સાંસદ રમ્યા હરિદાસે અલાથર બેઠક પર જીત હાંસિલ કરી છે. તેની ઉંમર 32 વર્ષની છે. તેણીના તાજેતરના નામાંકન પછી તે ચર્ચામાં આવી હતી. હાલમાં તે કેરળમાં કોંગ્રેસનો યુવા ચહેરો માનવામાં આવે છે.
બેંગાળની બે સુંદર છોકરીઓ તૃણમુલ કોંગ્રેસની ટિકિટ પર ચુંટણી લડનાર બે ફિલ્મ અભિનેત્રીઓ આખી ચુંટણી દરમિયાન ચર્ચામાં રહી છે. આ બંનેએ પોતાની બેઠકો જીતી લીધી છે અને હવે તે સૌથી ખુબસુરત સાંસદ બનવાની ચર્ચામાં છે. આ બંને ભારતના અપરિણીત સાંસદોની યાદીમાં પણ છે અને એમના પર ઘણા લોકો નજર છે.
મીમી ચક્રવર્તી.
પશ્ચિમ બંગાળની જાદવપુર બેઠક પરથી ચુંટણી જીતેલા ટીએમસી સાંસદ મીમી ચક્રવર્તી 30 વર્ષની છે. તે ખુબ જ પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી છે અને તેના અફેરની વાતો ઘણી વખત આવી છે.પણ તેણે હજી લગ્ન કર્યા નથી.
નુસરત જહાં.
28 વર્ષીય બંગાળી અભિનેત્રી નુસરત જહાંનું અફેર પણ ઘણી વખત મીડિયામાં સામે આવ્યું છે, પણ તે હજુ સુધી લગ્ન કર્યા નથી. નુસરતના અફેરર્સની ચર્ચાઓ બગલાં મીડિયામાં ઘણી થાય છે.
ભારતના કુંવારા સાંસદની લિસ્ટમાં ભાજપનો તેજસ્વી સુર્યા.
ભારતના અપરિણીત સાંસદોની લિસ્ટમાં ભાજપના નવા સાંસદ તેજસ્વી સુર્યાનો સમાવેશ થાય છે. તેમની સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા થઈ છે. કર્ણાટકની 28 વર્ષીય તેજસ્વી સુર્યા તેજસ્વી વ્યવસાયે વકીલ છે. તેમણે બીએસ યેદિયુરપ્પા સહિત ઘણા મોટા નેતાઓના કેસ લડ્યા છે અને ભાજપના આઇટી સેલના ઇન્ચાજ પણ છે.
25 વર્ષીય મુર્મુ અને 26 વર્ષીય જી.માધવી
બી.ટેક.ની પૂરું કર્યા પછી નોકરીની શોધ કરી રહેલી ચદ્રાણી મુર્મુને ઓડિશાના બીજુ જનતા દળ દ્વારા પાર્ટીની ટિકિટ આપીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને તેમણે કયોઝાર લોકસભા બેઠક પર જીત હાંસિલ કરી છે. હવે તે ભારતની સૌથી યુવા સાંસદ બનનારી સૌથી યુવા મહિલા નેતા બની છે.
26 વર્ષીય ગોડેતી માધવી આમાંથી જ એક નેતા છે, જેમને ફક્ત 26 વર્ષની ઉંમરે સંસદમાં આવ્યા છે. તે આંધ્રપ્રદેશથી જીતીને આવી છે. તેમણે વાયએસઆરસીપીની ટિકિટ પર અરાકુથી ચુંટણી જીતી છે.