અમેરિકા, ફ્રાન્સ અને ઇઝરાયલ જેવા દેશો સાથેના લશ્કરી સંબંધોએ છેલ્લા દાયકામાં દેશની સુરક્ષાને મજબૂત કરી છે. ભારતીય વાયુસેના આવતા વર્ષે જાન્યુઆરીથી રાફેલ કાફલાને અપગ્રેડ કરવા જઈ રહી છે. ભારતની જરૂરિયાતોને અનુરૂપ કરવામાં આવી રહેલા આ અપગ્રેડથી વાયુસેના વધુ મજબૂત બનશે. ભારતે રાફેલમાં અત્યંત સક્ષમ મિસાઇલો, લો બેન્ડ જામર્સ અને સેટેલાઇટ કોમ્યુનિકેશનની માંગ કરી છે. આખરે ચીન અને પાકિસ્તાન આ લડાકુ વિમાનથી કેમ ચિંતિત છે?
રાફેલ ફાઇટર એરક્રાફ્ટની લાક્ષણિકતાઓ: રાફેલ ફાઇટર જેટ્સ ચીનના વિમાન જે-20 કરતાં વધુ બળતણ અને હથિયાર લઈ જવા સક્ષમ છે. તેમાં અલગ અલગ ફાયરપાવર વાળા 14 હથિયારોથી સજ્જ કરી શકાય છે. ઝડપની વાત કરીએ તો આ વિમાન પાકિસ્તાન નજીક અમેરિકાના વિમાન એફ-16ને પણ હરાવી દે છે.
રાફેલ આકાશમાં તેની ઉત્તમ ક્ષમતા અને લક્ષ્યને સચોટ બનાવવા માટે જાણીતો છે. 45 મી પેઢીના રાફેલ જેટ્સ અવાજની ગતિથી બમણી ઝડપે ઉડી શકે છે. તેમની વધુમાં વધુ જડપ 18 મેકની છે. આ વિમાન ઇલેક્ટ્રોનિક યુદ્ધ, હવાઈ સંરક્ષણ, જમીની સહાય અને મોટા હુમલા કરવામાં સક્ષમ છે.
આ વિમાનને સ્કેલ્પ ક્રુઝ મિસાઇલ, મિકા હાથયાર સિસ્ટમ જેવા ખતરનાક શસ્ત્રોથી સજ્જ કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેના રાફેલને ટેકો આપવા માટે મધ્યમ અંતરની ફાયર પાવર સાથે જમીન પર ત્રાટકવા સક્ષમ અત્યાધુનિક શસ્ત્ર પ્રણાલી હેમરની પણ ખરીદી કરી રહી છે. હેમર એ લાંબા અંતરની ફાયરપાવર ધરાવતી ક્રૂઝ મિસાઇલ છે. તેનું લક્ષ્ય સચોટ અને અચૂક છે. તેને ફ્રાન્સની સંરક્ષણ કંપની સફ્રાન દ્વારા વિકસાવવામાં આવી છે.
રાફેલ ફાઇટર જેટ્સને વિશ્વના સૌથી શક્તિશાળી લડાકુ વિમાનોમાંનું એક માનવામાં આવે છે. પાંચ વિમાનોનો કાફલો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અંબાલા એર સ્ટેશન પર ઉતર્યો હતો. સરકારે કહ્યું હતું કે ખરીદેલા તમામ 36 રાફેલ વિમાનો 2021 ના અંત સુધીમાં ભારતને પૂરા પાડવામાં આવશે. લગભગ 24 વર્ષ પહેલાં તેમણે રશિયા પાસેથી સુખોઈ એરક્રાફ્ટનો આટલો મોટો જથ્થો ખરીદ્યો હતો.