રાજસ્થાનના ભિલવાડા ની 10 વર્ષીય સારા છીપાએ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેને 2 મેના રોજ 196 દેશોના નામ, તેની રાજધાની અને ચલણના નામોને યાદ કરીને અને સાથે તેને બોલીને પણ આ વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુકમાં નોંધાવ્યો છે. આ પહેલા જે વર્લ્ડ રેકોર્ડ હતો તેમાં ફક્ત દેશોના નામ અને તેમની રાજધાનીઓ ના નામ સાથે નોંધાયેલ હતો. પરંતુ સારા છીપાએ તે દેશોની ચલણોના નામને પણ સાથે બોલીને એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. આ રેકોર્ડ એક વર્ચુઅલ લાઈવ ઇવેન્ટમાં 2 મેના યુએઈમાં ભારતીય સમય પ્રમાણે 6 વાગ્યે ફેસબુક, યુટ્યુબ પર બતાવવામાં આવ્યો હતો. છીપા દુનિયામાં પહેલી એવી છોકરી બની ગઈ છે જેને આ કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
સારા છીપાએ વિશ્વમાં કીર્તિમાન સ્થાપિત કરવાની યાત્રા 3 મહિના પહેલા માર્ગદર્શક અને મગજ રાઈમ કોગ્નિટિવ સોલ્યુશન્સ, સિંગાપોરના ના સંસ્થાપક સુશાંત મૈસૂરકરના સહયોગથી કરી હતી. સુશાંતના સારા છીપાને મેમરી (સ્મૃતિ), સર્જનાત્મક કુશળતા અને તકનીકોની મદદથી યાદ રાખવાની તાલીમ આપી રહ્યો છે.
સારા છીપાના પિતાએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન સારા એ મેમરી ટેક ના વર્ગો શરૂ કર્યા હતા. સારાનો પરિવાર મૂળ રાજસ્થાનના ભિલવાડાનો રહેવાસી છે. પરંતુ તે છેલ્લા નવ વર્ષથી દુબઈમાં રહે છે. માહિતી મુજબ સારાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ પહેલાં થી બનાવેલો ન હતો. તાલીમ દરમિયાન સુશાંતે સારામાં તેની યાદ રાખવાની કુશળતા જોઇ અને પછી તેને આ યોજના સારાના માતા-પિતા સાથે શેર કરી હતી. અને આ પછી તેમની આ વર્લ્ડ રેકોર્ડ બનાવવા ની યાત્રા શરૂ કરી હતી.
ક્રિકેટની પણ ચાહક છે સારા
સારાના પિતા સુનિલ દુબઈની ટેલિકોમ કંપનીમાં નોકરી કરે છે. અને તેની માતા રેનુ એક પ્રોપર્ટી કંપનીમાં નોકરી કરે છે. સુનિલે જણાવ્યું છે કે સારા ને ક્રિકેટર નો પણ શોખ છે. તે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજને પણ મળી ચૂકી છે. તે દુબઈના અનેક મંચો પર પોતાની પ્રતિભા બતાવી ચૂકેલ છે. સારાએ દુબઈના વિશ્વ વિખ્યાત બોલિવૂડ પાર્કમાં બોલિવૂડ સેલિબ્રિટી કરિશ્મા કપૂર સાથે પણ સ્ટેજ શેર કરી ચૂકેલ છે.