ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ જાહેર. 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્ય કક્ષાના મંત્રીએ લીધા શપથ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજવામાં આવી હતી. જે હવે પૂર્ણ થઈ ગઈ છે. જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ અપાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાખવામાં આવેલ છે. મંત્રીમંડળની રચના બાદ સાંજે 4:30 વાગે મંત્રીમંડળની પ્રથમ બેઠક પણ મળવાની છે. તેમાં મંત્રીઓને ખાતા ફાળવવામાં આવશે.

કેબિનેટ મંત્રી
ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા (મુખ્યમંત્રી)
રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા
જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
ઋષિકેશ પટેલ, વીસનગર
પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
કનુભાઈ દેસાઈ, પારડી
કિરીટસિંહ રાણા, લીંબડી
નરેશ પટેલ, ગણદેવી
પ્રદીપ પરમાર, અસારવા

૫ રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી, મજુરા
જગદીશ પંચાલ, નિકોલ
મનીષા વકીલ, વડોદરા
બ્રિજેશ મેરજા, મોરબી
જીતુ ચૌધરી, કપરાડા

9 રાજ્યકક્ષાના મંત્રી
મુકેશ પટેલ, ઓલપાડ
નિમિષાબેન સુથાર, મોરવા હડફ
અરવિંદ રૈયાણી, રાજકોટ
દેવા માલમ, કેશોદ
કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર
કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ
ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ
આર. સી. મકવાણા, મહુવા
વિનુ મોરડિયા, કતારગામ

Scroll to Top