ગુજરાતમાં વરસાદને લઈને આવ્યા મોટા અને માઠા સમાચાર

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ ખેંચાયો છે. એક રીતે જોવા જઈએ તો આ વર્ષે ગુજરાતમાં નહીવત્ત વરસાદ પડ્યો છે. સૌથી મોટી વાત એ છે કે, વરસાદ ખેંચાતા અનેક લોકો ચિંતામાં મૂકાયા છે. અને ખેડુતોની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ગુજરાતના કેટલાય ડેમો એવા છે કે જ્યાં માત્ર ખપ પુરતું જ પાણી બચ્યું છે.

ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની કોઈ સંભાવના નથી. જો કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા આવી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, હાલ રાજ્યમાં ભારે વરસાદ વરસે તેવી એકેય સિસ્ટમ ઉદ્દભવી નથી. અત્યાર સુધી હવાનું હળવું દબાણ ઉત્તર તરફ ફંટાતુ રહ્યું છે. આથી અમદાવાદ શહેરમાં પણ વરસાદની કોઈ સંભાવના નથી.

હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટરે કહ્યું કે, 24 કલાક દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છુટા છવાયા ભારે ઝાપટા પડી શકે છે. મહત્વનું છે કે ગુજરાતમાં હજુ સુધી અડધુ ચોમાસુ જતું રહ્યું છે પરંતુ વરસાદની ઘટ છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો ત્યારે ખેડૂતોએ વાવેતર કરી લીધું હતું પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતો પાક બચાવવા વરસાદની રાહ જોઈ રહ્યાં છે. તો બીજીતરફ સરકારે ખેડૂતોને પાણી આપવાની પણ જાહેરાત કરી છે.

હાલ ગુજરાતમાં 46 ટકા વરસાદની ઘટ છે, ત્યારે રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીની આવક ઘટી છે. જેના કારણે ખેડૂતોને પાકના નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ઓછા વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 115.82 મીટર પહોંચી છે. જે ગત વર્ષ 124.65 મીટર કરતાં ઓછી છે.

Scroll to Top