કેન્દ્રીય મંત્રીમંડળમાં થઈ રહ્યો છે મોટો બદલાવઃ જાણો સંભવિત ચહેરાઓના નામ

કેન્દ્રીય કેબિનેટમાં મોટો બદલાવ થવા જઇ રહ્યો છે. મંત્રી મંડળમાં નવા નામ જોડાયા પહેલા કેટલાક જૂના નામોને વિદાય આપવામાં આવી રહી છે. કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને હટાવવામાં આવ્યા છે.

રમેશ પોખરિયાલ સિવાય સંતોષ ગંગવાર, દેબોશ્રી ચૌધરી, સદાનંદ ગૌડાને કેબિનેટમાંથી હટાવાયા છે. આ પહેલા થાવરચંદ ગહેલોતને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, એવામાં તે પણ કેબિનેટમાંથી બહાર થઇ ગયા છે.

રમેશ પોખરિયાલ નિશંકનું ખરાબ સ્વાસ્થ્યને કારણે કેન્દ્રીય કેબિનેટમાંથી હટાવવામાં આવ્યા છે. કોરોના બાદથી તેમનું સ્વાસ્થ્ય સતત બગડતુ રહ્યુ છે.

સંભવીત ચહેરા

1.જ્યોતિરાદિત્ય સિંધિયા 2) સર્વાનંદ સોનેવાલ 3) પશુપતિ નાથ પારસ 4) નારાયણ રાણે, 5) ભૂપેન્દ્ર યાદવ 6) અનુપ્રિયા પટેલ, 7) કપિલ પાટિલ, 8) મીનાક્ષી લેખી, 9) રાહુલ કસાવા,10) અશ્વિની વેષ્ણવ, 11) શાંતનુ ઠાકુર, 12) વિનોદ સોનકર, 13), પંકજ ચૌધરી, 14) આરસીપી સિંહ (JDU), 15) દિલેશ્વર કામત (JDU), 16) ચંદ્રેશ્વર પ્રસાદ ચંદ્રવંશી (JDU), 17) રામનાથ ઠાકુર (JDU), 18) રાજકુમાર રંજન, 19) બીએલ વર્મા, 20), અજય મિશ્રા, 21) હિના ગાવિત, 22), શોભા કરંદલાજે,23) અજય ભટ્ટ, 24) પ્રીતમ મુંડે.

સિંધિયાને મધ્ય પ્રદેશમાં ભાજપને સત્તામાં લાવવાનું ઇનામ આપવામાં આવી શકે છે, તેમણે માત્ર કોંગ્રેસ જ નથી છોડી પણ પોતાના નજીકના મિત્ર રાહુલ ગાંધીનો પણ સાથ છોડી દીધો છે. સાથે 22 ધારાસભ્ય પણ લાવ્યા હતા અને જેનાથી રાજ્યમાં ભાજપની સરકાર બની હતી. સિંધિયાનું મોદી કેબિનેટમાં સામેલ થવુ ઐતિહાસિક હશે. તે પોતાની દાદી રાજમાતા વિજયારાજે સિંધિયાના પગલે ચાલી રહ્યા છે.

આસામના પૂર્વ મુખ્યમંત્રી સોનોવાલે હેમંત બિસ્વ સરમાના મુખ્યમંત્રી બનવાનો રસ્તો સ્પષ્ટ કર્યો છે. સોનોવાલના મોદી સાથે સબંધ સારા છે. આસામના મુખ્યમંત્રી બન્યા પહેલા તે 2014માં મોદી કેબિનેટમાં હતા, તેમણે રમત અને યુવા મંત્રાલય આપવામાં આવ્યો હતો.

Scroll to Top