જાહેર રોડ પર જ છોકરીએ છોકરાને ઝીક્યાં જોરદાર લાફા, પછી છોકરાએ જે કર્યું એ જોવા જેવુ હતું: વાયરલ થયો વિડીયો

લખનઉની યુવતીની ઘટના બાદ કેટલાય લોકો જ્યારે આલોચનાત્મક મોડમાં આવી ગયા છે ત્યારે કેટલીક મહિલાઓ મહિલા હોવાના ફાયદા ઉઠાવે છે. લખનઉની એક ઘટનામાં મહિલા દ્વારા સતત થપ્પડ મારવામાં આવ્યા છતા કેબ ચાલકે કોઈપણ પ્રકારે પલટવાર નહોતો કર્યો.

આ મુદ્દે કેટલાય દિવસો સુધી ચર્ચામાં રહ્યો હતો. હવે આવો જ એક મામલો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના બિજનૌરથી. અહીંયા તાજેતરમાં જ એક યુવકને કોઈપણ પ્રકારની ભૂલ વગર એક યુવતીએ કેટલીય વાર થપ્પડ મારી હતી. બાદમાં છોકરાએ પણ છોકરીને થપ્પડ મારીને જવાબ આપ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, એક યુવક અને યુવતી રોડ પર ઝઘડી રહ્યા છે. આ જ વચ્ચે છોકરીએ છોકરાને થપ્પડ મારી દિધી. આ મામલે છોકરો ચર્ચા કરવા લાગ્યો અને છોકરીએ બીજીવાર થપ્પડ મારી. બાદમાં ગુસ્સે ભરાયેલા છોકરાએ પણ છોકરીને જોરદાર તમાચો ઝીંકી દિધો હતો.

વિડીયોમાં, છોકરાનો આરોપ છે કે તે રોડ પર જઈ રહ્યો હતો ત્યાં જ છોકરીએ આવીને તેના પર કોલ્ડ ડ્રિંક ફેંક્યું. છોકરીએ પ્રેંક વિડીયો દરમિયાન એ છોકરા પર કોલ્ડ ડ્રિંક્સ ફેંક્યું. જ્યારે તેણે છોકરી સાથે વાત કરી તો છોકરીએ સોરી કહેવાની જગ્યાએ ઝઘડવાનું શરુ કરી દિધું અને છોકરાને થપ્પડ મારી દિધી.

વિડીયોમાં છોકરો કહી રહ્યો છે કે, તમે છોકરી છો એટલે તમે કંઈપણ કરી શકો? શું અમારા લોકોની ઈજ્જત નથી? આ મામલે છોકરીએ ઝઘડો કરતા કહ્યું કે, તો શું તમે છોકરીને થપ્પડ મારશો? છોકરાએ આજુબાજુ ઉભેલા લોકો સામે કહ્યું કે, આ છોકરીએ મને ત્રણ વાર થપ્પડ મારી. હું એક ટીચર છું.

Scroll to Top