ગુજરાતના ઉપવાસ પર હવે રાજ્ય સરકાર તરફથી તેનો સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવી રહ્યો છે. જેના માટે કેબિનેટ મંત્રી સૌરભ પટેલે સરકાર તરફથી હાર્દિક પટેલના ઉપવાસ પર કોંગ્રેસ પર હુમલો બોલ્યો હતો. ઉર્જામંત્રી સૌરભ પટેલે હાર્દિકના ઉપવાસને રાજકીય ગણાવ્યા અને તેના અંગે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. સૌરભ પટેલે કહ્યું કે, હાર્દિક પટેલ ઘણાં સમયથી ઉપવાસ પર બેઠા છે જેના કારણે સરકાર પણ ચિતિંત છે અને આશા છે તે આ મામલે ડોક્ટરની સલાહ લે, જો કે ડોક્ટરની સલાહ લેતો નથી તે યોગ્ય નથી.
ઉર્જા મંત્રીએ કહ્યું કે, આ સમગ્ર ઉપવાસ અને આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે, જેના માટે કોંગ્રેસના મિત્રો પાછળથી સલાહ આપે છે. તેમજ હાર્દિકને મળવા જે પણ પહોંચ્યા છે તે તમામ મોટા ભાગના ગુજરાત વિરોધી મળવા જાય છે. જ્યારે આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત અને રાજકીય લાભ લેવા માટે કરવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં સૌરભ પટેલે કહ્યું કે, જેઓ હાર્દિકને ટેકો આપે છે તેમના દ્વારા અનામતનો કોઇ પણ ઉલ્લેખ કરવામાં આવતો નથી. કોંગ્રેસ તરફથી અનમાત મુદ્દે કોઇ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રાજ્યના પાટીદાર સમજે છે, અને જાણે છે કે આંદોલન પાછળ કોણ છે અને કોના દ્વારા નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે. આ મામલે હવે પાટીદાર સમાજે જાગૃત રહે તેવી આશા રાખીએ છે.
સરકારની ખેડૂતો અંગેની વિવિધ માંગણી પર ભાજપ નેતાએ કહ્યું કે, સરકાર સંપૂર્ણપણે ખેડૂતોને મદદ કરવા તૈયાર છે. રાજ્ય સરકાર હંમેશાથી ખેડૂતોની સાથે રહી છે. છેલ્લા ઘણાં સમયથી સરકાર ખેડૂતોની આવક વધે તેવા પગલાં જ લે છે. જેના માટે સરકારના દ્રાર બધા માટે ખુલ્લાં જ છે.
રાજય સરકાર તરફથી અપીલ કરતાં કેબિનેટ મંત્રીએ જનતાને અપીલ કરી કે આ રાજકીય આંદોલનને રાજકીય રીતે જ સમાપ્ત કરવું પડે તે જરૂરી છે. જનતાએ તેના માટે યોગ્ય નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માગે છે, જેને સમજીને હવે આ મુદ્દે શાંતિથી વાતચીતનો રસ્તો અપનાવવો જોઇએ
11 દિવસમાં હાર્દિક પટેલનું 20 કિલો વજન ઉતર્યુ છે
આજે સોલા સિવિલ હોસ્પિટલ તરફથી ડો. મનિષા પંચાલ અને તેમની ટીમ હાર્દિક પેટલનું ચેકપઅ કરવા પહોંચી હતી. જ્યાં ચેકઅપ કર્યા બાદ ડોક્ટરે હાર્દિક પટેલને હોસ્પિટલમાં દાખલ થઇ જવાની સલાહ આપી હતી. શું છે હાર્દિક પટેલનો લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ?- પલ્સ 88 બ્લ્ડ પ્રેશર 100/80 અને SPO2 નોર્મલ છે, હાલમાં તેમનું વજન 58.3 KG થઇ ગયુ છે જે પહેલાં કરતાં 20 કિલો ઘટ્યુ છે. 11 દિવસ પહેલાં હાર્દિક પટેલનું વજન 78 કિલો હતું જે હવે ઘટીને 58.3 કિલો થઇ ગયુ છે.
શરીરમાં આટલા મોટા ફેરફાર થવાથી તેમનાં ઓર્ગન્સ પર અશર પડે છે. હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ થઇ જવું જોઇએ. કારણ કે જ્યારે પણ જમવાનું છોડી દેવામાં આવે તો સૌથી પહેલાં શરીરમાં સ્ટોર થયેલો ગ્લુકોઝ વપરાય છે, તે બાદ ફેટ વપરાય છે બાદમાં પ્રોટીન. ડોક્ટરનાં જણાવ્યાં પ્રમાણે, હવે જે પ્રમાણે હાર્દિકનું વજન ઘટી રહ્યું છે તે જોતા તેણે તુરંત જ હોસ્પિટલમાં દાખલ થઇ જવું જોઇએ