ઉપવાસનો 11મો દિવસ : હાર્દિક પટેલનું એક મણ વજન ઉતર્યું, હવે હોસ્પિટલ નહીં જાય તો….

અમદાવાદ: પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ ઉપવાસ કરી રહ્યો છે. તેના ઉપવાસથી અગિયાર દિવસમાં તેના 20 કિલો વજન ઉતરી ગયો છે. હાર્દિક ગયા મહિનાની 25મી તારીખથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે.

78 કિલો નો હાર્દિક 58 કિલોનો થયો

25મી ઓગસ્ટે આમરણાંત ઉપવાસ પર હાર્દિક પટેલ ઉતર્યો હતો ત્યારે તેનો વજન 78 કિલો હતો. ઉપવાસના 10 દિવસ બાદ તેના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને એક મણ એટલે કે 20 કિલો વજન ઉતરી ગયો હતો.

હાર્દિકનો તંદૂરસ્ત ચેહેરો થયો દયામણો

હાર્દિક ઉપવાસ પર ઉતર્યો ત્યારે તંદૂરસ્ત અને હસમુખો ચહેરો ધરાવતો હતો. પરંતુ ઉપવાસ પર ઉતરતા તેણે અન્નનો ત્યાગ કર્યો હતો. આ ઉપરાંત બે દિવસ જળનો ત્યાગ કરતાં તેની હાલત દિવસેને દિવસે કથળી હતી. પરંતુ 1 સપ્ટેમ્બરે એસપી સ્વામીએ જળગ્રહણ કરાવ્યું જેને પગલે તેને થોડી રાહત થઈ હતી. પરંતુ તેના વજન ઉતરવાનું ઓછું થયું ન હતું. તેની હાલની સ્થિતિ દયામણી થઈ ગઈ છે

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here