શનિવારે ભાજપે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 16 બેઠકો માટેનાં ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. પરંતુ તેમાં સુરત પરનાં ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યાં. ત્યારે સુરતમાં બીજેપી ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન મહેશ સવાણીને ટિકિટ આપશે તેવી પ્રબળ ચર્ચાઓ થઇ રહી છે.
મહેશ સવાણી પાટીદાર સમાજનાં આગેવાન છે તેમણે અનામત આંદોલનમાં જ્યારે હાર્દિક પટેલ જેલમાં બંધ હતો ત્યારે પણ સરકરા તરફથી મધ્યસ્થી કરી હતી. મહેશ સવાણી હાલ ગાંધીનગરમાં છે તેથી પણ આ અટકળો ચાલી રહી છે કે તેમને ટિકિટ માટેની જ વાતો ચાલી રહી છે
જો સમીકરણની વાત કરીએ તો સુરતનાં લોકસભાની જે બેઠક છે તેમાં સુરતીઓની સાથે પાટીદારોનું પણ ઘણું મહત્વ છે. વરાછા, કતાર ગામ, પશ્ચિમ બાજુનો વિસ્તાર પણ આ બેઠકમાં છે અને તેમાં મોટી સંખ્યામાં પાટીદારો અને સૌરાષ્ટ્રનાં લોકો વસે છે. ચર્ચા એવી ચાલી રહી છે કે સુરતમાંથી દર્શના જર્દોષની ટીકીટ કપાઈ શકે છે
આ અંગે જ્યારે મીડિયાએ મહેશ સવાણી સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, ‘પાર્ટી જ અમારી ભારતીય જનતા પાર્ટી છે. હું માત્ર પાટીદારોનો જ નહીં પરંતુ દરેક સમાજનો માણસ છું. જો મને ભાજપ ટિકિટ આપશે તો હું ચોક્કસ જોડાઇશ.’
આ પણ વાચો: પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સોસાયટીમાં મત માંગવા આવવું નહીં અને આવશો તો તમારું સ્વાગત બુટ-ચંપલના હાર તોરાથી કરીશુંનું લખાણવાળું પોસ્ટર લગાવ્યા છે.
પોસ્ટરમાં લખાયું છે કે, જગ જાહેર ચેતવણી
– હું મોટા વરાછા વોર્ડનં-2ની જનતાને પૂછવા માંગુ છું કે શું આપણા સાંસસદે આપણને મીટર વગરનું પાણી આપ્યું ?
– જે વેરાબીલમાં તોતીંગ વધારો કર્યો ત્યારે સાંસદ અને ધારાસભ્ય તમને પૂછવા આવ્યા હતા. ?
-સુરતના 29 વોર્ડમાંથી આપણા વોર્ડ નં-2માં આ એક જ વોર્ડમાં કેમ પાણી મીટર દ્વારા આપવામાં આવે છે?
– આ એક વોર્ડમાં મીટરથી પાણી આપવું અને બાકીના 28 વોર્ડને વગર મીટરના વાર્ષીક બીલ આધારીત પાણી આપવું તે ભાજપનું બંધારણ છે કે દેશનું બંધારણ છે?
નોંધઃ આ અમારા પ્રશ્નોનું નિરાકણ વગર કોઇપણ પક્ષના નેતાઓએ સોસાયટીમાં દાખલ થવું નહીં, નહીંતર ચંપલ-જોડાના હાર પહેરાવીને સ્વાગત કરીશું.