ભાજપના રાજ્યસભાના સભ્ય અને છત્તીસગઢના પૂર્વ મંત્રી રામવિચાર નેતામ ક્રેડિટ કાર્ડના ફ્રોડનો શિકાર થયા છે. એક અજ્ઞાત વ્યક્તિએ કથિત રીતે આનો દુરૂપયોગ કર્યો અને 37000 રૂપિયાની લેવડ-દેવડ કરી છે. પોલીસે આ મામલે જાણકારી આપી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ મામલે સાંસદના એક સગાએ રાયપુરના તેલીબાંધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તેલીબાંધા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે,કોઈ અજ્ઞાત વ્યક્તિએ સાંસદ રામવિચાર નેતામના નામે ચાલી રહેલા એસબીઆઈ કાર્ડનો દુરૂપયોગ કરીને આશરે 36,844 રૂપિયાની લેવડ દેવડ કરી હતી. આ લેવડ-દેવડ આ વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, નેતામની પાસે આ ક્રેડિટ કાર્ડ હતું પરંતુ તેની વેલિડીટી 2020 માં સમાપ્ત થઈ હતી હતી ત્યારબાદ તેમણે આને ડિસ્કન્ટીન્યુ કરી દિધું હતું. જો કે, આને ક્રેડિટ કાર્ડને રિન્યુ કરાવવામાં આવ્યું કે નહી તે મામલે સાંસદ દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી.
સોનલ ગ્વાલાએ જણાવ્યું કે, નેતામની મંજૂરી અને જાણકારી વિના જ કોઈ અજ્ઞાત ઠગ દ્વારા આ ક્રેડિટ કાર્ડને રિન્યુઅલ કરાવાયું અને લેવડ-દેવડ કરાઈ છે. ભાજપા નેતાને તેમની સાથે થયેલા ફ્રોડ વિશે જાણકારી મળી અને ખ્યાલ આવ્યો કે આ ક્રેડિટકાર્ડ મેં ચાલુ નથી કરાવ્યું છતા કેમ તેમાંથી પૈસા ઉપડી ગયા?
બાદમાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે આ મામલે ગુનેગારને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.