જૂનાગઢ બીજેપી અગ્રણી પુત્ર આપઘાતનો કેસમાં વળાંક: ‘ધવલ કહેતો હું આટલા રૂપિયા ક્યાંથી લાવીશ? આપણે ત્રણેયએ આપઘાત કરી લેવો જોઈએ’

ભેસાણના ભાજપના અગ્રણી કરશનભાઈ ડોબરીયાના પુત્ર ધવલ ડોબરીયા ઝેરી દવા પીને આત્મહત્યા કરતા હાહાકાર મચી ગયો છે. પોતાના બાંધકામ વ્યવસાયના ભાગીદારો તેમજ સરકારી અધિકારીએ કરોડો રૂપિયાનો ગોટાળો કરી આત્મહત્યા કર્યાનો સુસાઇટ નોટમાં જણાવી ધવલે પોતાના ઘરે જ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.

જ્યારે આપઘાત કરનાર ધવલના પિતાએ પણ બે મહિના પહેલા આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં તેમને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ધવલની પત્નીએ આ બાબતમાં નિવેદન આપ્યું છે કે, તેમની હાજરીમાં ધવલના ભાગીદારો તેમને ધમકી આપતા હતા. ધવલ એવું કહેતા હતા કે, આપણે ત્રણેયએ આપઘાત કરી લેવો જોઈએ છે. નોંધનીય છે કે, ધવલને પાંચ મહિનાની નાની દીકરી પણ છે.

આ બાબત આ પ્રકાર છે : જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં રહેનાર ભાજપના આગેવાન કરશનભાઈ ડોબરીયાના પુત્ર ધવલ ડોબરીયાએ રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું અને બાંધકામની સાઈટ શરુ કરી દીધી હતી. તેમાં રૂડાના અધિકારી કમલેશ ગોંડલીયા સહિત મૃતકના ભાગીદારો પીયુષ પાનસુરીયા, સંદીપ ગમઢા, કુમન વરસાણી, સંજય સાકરિયા અને મયુર દ્વારા પાંચ કરોડના હિસાબોનો ગોટાળો સામે આવતા મૃતક દ્વારા હિસાબની માંગણી કરવામાં આવી હતી. ત્યાર બાદ બધા ભાગીદારોએ હાથ ઊંચા કરી નાખ્યા હતા અને આ કામમાં રૂડાના અધિકારી કમલેશ ગોંડલીયાએ મૃતક ધવલ સામે કરોડો રૂપિયાની રિકવરી નીકળતી હોવાના કારણે ધવલ ભાંગી પડ્યો અને અંતે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી લીધો હતો.

જયારે બે મહિના અગાઉ મૃતકના પિતાજીએ પણ આ લોકોના ત્રાસથી કૂવામાં પડી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ તે સમયે બચી ગયા હતા. તે દરમિયાન આ છ ઈસમો સહિત 11 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર આપઘાત કરી લેશે. તેમ છતાં પોલીસે આ અંગે કોઈ ચોક્કસ કામગીરી ન કરતા એક પિતાએ પુત્ર ગુમાવ્યો છે. પોલીસે સુસાઇડ નોટના મુજબ, આ કેસમાં રૂડાના અધિકારી સહીત છ લોકો સામે ગુનો દાખવી તપાસ શરુ કરી છે.

મૃતકના પત્નીએ આ બાબતમાં કહ્યું છે કે, “ધવલ જ્યારે ભેસાણ આવતો ત્યારે મને કહેતો કે આટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવીશ? મારી રૂબરૂમાં તેના ભાગીદારોના ફોન આવતા અને તેને ધમકી આપતા હતા. આ બાંધકામ માટે મારી સાસુ, જેઠાણી અને મારા ઘરેણા વેચીને બાંધકામમાં પૈસા રોકવામાં આવ્યા હતા. પીન્ટુ પાનસુરીયા અને સંદીપ ગમઢા તેમાં મુખ્ય સૂત્રધાર છે. ધવલ મને કહેતો કે આપણે ત્રણેયએ આપઘાત કરવાનો છે, પરંતુ અમને ખબર પડે તે પહેલા જ તેણે ભાગીદારોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી.”

પોલીસે સુસાઇડ નોટને આધારે રૂડા અધિકારી સહિત છ લોકો સામે મૃતકને મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ દાખલ કરી તપાસ શરુ કરી છે. મૃતક ધવલ અને તેના ભાગીદારો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઈટ શરુ કરવામાં આવી હતી. જેમાં સરકારી નિયમ મુજબ 13 બિલના પૈસા આવી ગયા હતા પરંતુ 14મા બિલમાં ગેરરીતિ લાગતા ધવલે ભાગીદારી છૂટી કરી નાખી હતી. ત્યાર બાદ તપાસ દરમિયાન કરોડો રૂપિયાનો ગોટાળો સામે આવ્યો હતો. બીજી તરફ જેની પાસેથી માલ લેવામાં આવ્યો હતો તે પઠાણી ઉઘરાણી કરતો હતો. આ સિવાય રૂડાના અધિકારીએ પણ ચાર કરોડ ૭૫ લાખની રિકવરી કાઢતા ધવલ આત્મહત્યા કરવા માટે મજબૂર બની ગયો હતો.

Scroll to Top