પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહેલા સ્વામી અગ્નિવેશ સાથે કેટલાક યુવકોએ મારપીટ કરી. ભાજપા હેડક્વોટરમાં જવાની કોશિશ કરી રહેલા સ્વામી અગ્નિવેશને કેટલાક લોકોએ દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર રોકી દેવામાં આવ્યા હતા અને તેમના સાથે ખરાબ વ્યવહાર શરૂ કરી દીધો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે, કેટલાક સમય પહેલા સ્વામી અગ્નિવેશના નિવેદનથી ભાજપા પાર્ટી કાર્યકર્તાઓમાં ગુસ્સો છે. આના કારણે પૂર્વવડાપ્રધાનને શ્રદ્ધા સુમન અર્પિત કરવા આવેલ સ્વામીને કાર્યકર્તાઓએ બીજેપી મુખ્યાલયમાં પ્રવેશ કરવા દીધો નહતો. આ દરમિયાન સ્વામી વિરૂદ્ધ પાછા જાઓના નારાઓ પણ લગાવવામાં આવ્યા અને સ્વામી અગ્નિવેશને ધક્કાઓ મારીને ઘણા દૂર સુધી ખડેદી દેવામાં આવ્યા. જુઓ વિડીયો,
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સ્વામી અગ્નિવેશ સાથે જાહેરમાં મારપીટ કરવામાં આવી હતી. તે વખતે પણ સ્વામીએ બીજેપીના કાર્યકર્તાઓ પર તેમની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો.