ભાજપના તાલુકા પંચાયતના મહિલા સભ્ય દારૂ વેચતા પકડાયા

રાજ્યની ભાજપ સરકાર સમયાંતરે દારુબંધીને લઈને મોટા મોટા બણગાં ફૂંકતી હોય છે. પરંતુ આજે વાઈરલ થયેલા આ વિડીયોએ સરકારની સાથે સાથે ભાજપના બેવડા માપદંડોને પણ ઉઘાડા પાડી દીધા છે. આ વિડીયો સંસ્કારી પાર્ટી ગણાતી ભાજપ માટે શરમજનક છે.

ભાજપના નેતાઓ સત્તાના મદમાં રાચતા હોય તેમ એક પછી એક તેમના વિવાદાસ્પદ કારનામા સામે આવી રહ્યાં છે. સુરતના બારડોલી તાલુકાના બાબેન ગામમાં ભાજપના તાલુકા પંચાયતના સભ્ય દેશી અને વિદેશી બનાવટના દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતા હોવાનો વીડિયો વાયરલ થતાંચકચાર મચી છે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના ગામમાંતેમના પક્ષાના મહિલા તાલુકા પંચાયતના સભ્ય દારૂનો અડ્ડો ચલાવતાંહોવા છતાંપોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાથી પોલીસ સહિત ભાજપની આબરૂના ફરી લીરા ઉડ્યા છે. પ્રદેશ પ્રમુખ પાટીલના મત વિસ્તારની નજીક જ ભાજપના નેતા દ્વારા આવો ગોરખધંધો ચાલી રહ્યો છે છતાંટોચની નેતાગીરી ચૂપ છે તેને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે.

બારડોલી તાલુકા પંચાયતના ભાજપના સભ્ય શકુંતલા રાઠોડનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં જે તેઓ વિદેશી દારૂની બોટલમાંથી દારૂ કાઢીને નાની બોટલમાં ખાલી કરી રહ્યાં છે ઉપરાંત દારૂ લેવા આવનારને કહે છે કે હાલ પોલીસનું વધુ દબાણ છે આજે દારૂ પકડાયો છે જેથી જે આમ કરીને ધંધો કરવો પડી રહ્યો છે.

ભાજપના જ નેતા શકુંતલા રાઠોડ પોતાના ઘરમાંજ દેશી અને વિદેશી દારૂનો અડ્ડો ચલાવીને દારૂ વેચતા હોય તેવો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે કેબિનેટ મંત્રી ઉપરાંત સુરત જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલનું આ ગામ છે તેમના જ ગામમાં આ રીતે દારૂની હાટડી ધમધમતી હોય છતાં તેમને ખબર ન હોય તેમોટો પ્રશ્ન છે. નોંધનિય છે કે અગાઉ પણ ભાજપના અનેક નેતાઓના દારૂ સાથેના વીડિયો વાઇરલ થઇ ચુક્યાં છે.

Scroll to Top