અમદાવાદઃ વિધાનસભા ગૃહમાં ઝઘડતા નેતાઓ પોતાના અંગત ફાયદા માટે ભેગા મળીએ ભ્રષ્ટાચાર કરતા હોય છે. અમદાવાદના રખિયાલની સર્વે નંબર 102 જે હાઉસિંગ બોર્ડની જમીન છે. તેના પર ભાજપના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય વલ્લભ કાકડિયા તથા કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ મદન જયસ્વાલે સહિયારી રીતે ભ્રષ્ટાચાર કરી જમીન પચાવી પાડી છે. આ જમીનમાં 7 માળની કર્મશિયલ બિલ્ડીંગ બનાવી દીધી છે.
ભૂમિચોરો વલ્લભ અને મદને સહિયારો ભ્રષ્ટાચાર કરી જમીન કૌભાંડ કર્યું
રખિયાલ ગામના સર્વે નંબર 102 જમીન 47 વર્ષ પહેલા અરૂણ મીલની હતી, જેને સરકારના હાઉસીંગ બોર્ડ વિભાગે ખરીદી આ જગ્યામાં નિલમ પાર્ક સોસાયટી બનાવી હતી. આ સોસાયટીના કોમન પ્લોટની 1600વાર જગ્યા હાઉસીંગે બાંધકામ વગર છોડી હતી. આ જમીન 132 ફુટ રોડને ટચ થતી હોવાથી જમીનના કરોડો રૂપિયા મળશે એવી કુટનિતીથી ખોટા દસ્તાવે જ કરાવી કોંગી મદન જયસ્વાલે આ જમીન પચાવી પાડી હતી. પાછળથી આ જમીનમાં મલાઈ મળશે તેવા ઉદેશથી ભાજપના પૂર્વમંત્રી વલ્લભ કાકડિયાએ વચ્ચે પડી જમીનમાં પોતાનું નામ ઘુસાડ્યું. કોર્પોરેશને પણ આ જમીન મુદ્દે પ્લાન પાસ કર્યા નથી છતા આજે નિલમ પાર્ક સોસાયટીની આગળની કોમન પ્લોટની જગ્યામાં બંને નેતાઓએ પીલોરના ખોટા દસ્તાવેજ બનાવી 7 માળની બિલ્ડીંગ બનાવી દીધી છે.
નિલમ પાર્કની રહીશો 47 વર્ષથી કોર્ટમાં લડે છે
રખિયાલ સર્વે નંબર 102 ધરાવતા નિલમ પાર્કના રહીશોએ જે તે વખતે જ મદન જયસ્વાલ વિરૂદ્ધ કોર્ટ કેસ કર્યો હતો. પરંતુ કોંગી મદને પોતાની ગુડાંગીરી અને વગથી ખોટા દસ્તાવેજ ઉભા કર્યા. પાછળથી ભુમિચોર ભાજપી વલ્લભે પોતે કરોડોની મલાઈ લેવા પોતાનું નામ ઘુસાડ્યું. આ બંને સામે રહિશોએ ફોજદારી ગુનો પણ નોંધાવ્યો છે. જેની કાલે કોર્ટમાં તારીખ પણ છે. નિલમ પાર્કમાં 9 બ્લોક છે અને 108 રહિશો છે. કોર્પોરેશન, હાઉંસિગ, અરૂણ મીલ, નિલમ પાર્કના રહિશો સહિત આ જમીન પર 7 કેસ ચાલે છે.
PM મોદીને ફરિયાદ કરી પણ કેસ ભ્રષ્ટ પોલીસે આગળ જ ન વધાર્યો
નિલમ પાર્કના રહિશોએ મ્યુનિસિપલ કમિશનર, મુખ્યમંત્રી રૂપાણી તેમજ PM મોદીને પત્ર લખી ફરિયાદ કરી. મોદીને પત્ર લખ્યા બાદ પોલીસે મદન અને વલ્લભને પોલીસ સ્ટેશનેતો બોલાવ્યા પરંતુ વગ અને ભ્રષ્ટ તંત્રના લીધે પછી કોઈ કાર્યવાહી થઈ જ નહીં. રહિશો કમિશનર વિજય નહેરા પાસે પહોંચ્યા તો તેમણે કહ્યું કે કોર્ટમાં ફરી કન્ટેપ્ટ કરો હું કોર્ટ કેસ કશું કરી ના શકું.
108 રહિશોની માલિકીની જગ્યા વલ્લભ અને મદનના નામે થઈ કેવી રીતે? ભારતભાઇ કોઠિવાલા, રહેવાસી નિલમ પાર્ક
જે જમીનના હકદાર અમે છીએ એ જમીન વલ્લભ અને મદનના નામે થઈ કઈ રીતે, ખોટા દસ્તાવેજના આધારે શિવમ નામની મંડળી બનાવી ખોટા દસ્તાવેજ કરી છે. જે જમીનની માલિકીના પુરાવા નથી છતા તેમની કેવી રીતે થઇ. જો અમને ન્યાય મળે તો 108 રહિશોને કોમન પ્લોટ મળશે અને આવા નેતાઓનો ભ્રષ્ટાચાર સામે આવશે