ઈટાલીમાં 14 તથા 15 નવેમ્બરના રોજ દીપિકા-રણવિરનાં કોંકણી તથા સિંધી વિધીથી લગ્ન થઈ ગયા છે. દીપિકા પાદુકોણ દક્ષિણ ભારતીય છે અને આથી જ સૌ પહેલાં કોંકણી વિધિથી લગ્ન કરવામાં આવ્યા હતાં. 15 નવેમ્બરના રોજ સિંધી રિવાજથી લગ્ન કરવામાં આવ્યા હતાં.. કોંકણી તથા સિંધી વિધિથી થયેલા લગ્નમાં માત્ર 30-40 મહેમાનો હાજર રહ્યાં હતાં. જેમાં ફેમિલી મેમ્બર્સ, નિકટના સંબંધીઓ તથા ફ્રેન્ડ્સ સામેલ રહ્યાં હતાં. કોંકણી વિધિથી થયેલા લગ્નમાં દીપિકાએ વ્હાઈટ એન્ડ ગોલ્ડ સાડી પહેરી હતી. રણવિરે દીપિકા સાથે મેચિંગ કર્યું હતું. જ્યારે સિંધી વિધિથી થયેલા લગ્નમાં દીપિકા લાલ લહેંગામાં તથા રણવિર વ્હાઈટ કાંજીવરમ શેરવાનીમાં જોવા મળ્યો હતો. દીપિકા-રણવિરે સાથે સોશ્યિલ મીડિયામાં પોતાના લગ્નની તસવીર શૅર કરી હતી. આ સિવાય ડિઝાઈનર સબ્યાસાચી તથા ફોટોગ્રાફર્સે પણ આ જ ફોટો શૅર કર્યાં હતાં.
13 નવેમ્બરના રોજ થઈ હતી મહેંદીઃ
13 નવેમ્બરના રોજ દીપિકા-રણવિરની મહેંદી, સંગીત તથા સગાઈ થઈ હતી. મહેંદી સેરેમનીમાં દીપિકા એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી. આ સમયે રણવિરે દીપિકાને સાંત્વના આપી હતી અને ટાઈટ હગ કર્યું હતું. દીપિકાની મહેંદી સેરેમનીમાં શુભા મુદગલ ઠુમરી પર્ફોમ કર્યું હતું.
સાઉથ ઈન્ડિયન સ્ટાઈલથી સગાઈઃ
દીપિકા તથા રણવિરની સગાઈ ઈટાલીનાં લેકકોમોમાં યાજોઈ હતી. આ સગાઈ કોંકણી વિધિથી કરવામાં આવી હતી. જેને ફૂલ મુડ્ડી(કોંકણી એન્ગેજમેન્ટ સેરેમની) વિધિ કહેવામાં આવે છે. જેમાં દીપિકાનાં પિતા પ્રકાશ પાદુકોણે રણવિર તથા તેના પરિવારનું નારિયેળ આપીને સ્વાગત કર્યું હતું. આટલું જ નહીં તેમણે ભાવિ જમાઈ રણવિરના પગ ધોઈને પૂજા કરી હતી. આ વિધિ થઈ ગયા બાદ દીપિકા-રણવિરે એકબીજાને સગાઈની રિંગ પહેરાવી હતી.
સંગીત સેરેમનીઃ
સંગીત સેરેમનીમાં દીપિકા વ્હાઈટ તથા રણવિર બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. સંગીત સેરેમનીમાં હર્ષદિપ કૌરે એકથી ચઢિયાતા એક ગીત ગાયા હતાં. સેરેમનીમાં 30-40 મહેમાનોએ ઈન્ડિયા આઉટફિટ પહેરીને ધમાકેદાર ડાન્સ કર્યો હતો. રણવિરે લેડી લવ માટે ઢોલ વગાડ્યો હતો અને પછી દીપિકા-રણવિરે સાથે ડાન્સ કર્યો હતો. સંગીત સેરેમનીમાં રણવિરે દીપિકાને લઈને સ્પિચ આપી હતી. જે સાંભળીને દીપિકા ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી.
તમામ મહેમાનોનું જાતે કર્યું સ્વાગતઃ
સંગીત-મહેંદી તથા સગાઈ લેક કોમોના કાસ્ટા ડિવા રિસોર્ટમાં થઈ હતી. રણવિર-દીપિકા ગેટ પર ઉભા રહીને તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને તમામ મહેમાનોને પોતાના હાથે લખેલી વેલકમ નોટ આપી હતી.
સિંધી વિધિના લગ્નના દિવસે જાનૈયાઓએ બોટમાં ડાન્સ કર્યો હતો
કોંકણી વિધિ દરમિયાન દીપિકા-રણવિર