આલીયા ભટ્ટે કર્યું એવું કામ કે સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ: જૂઓ વિડીયો

અત્યારે આલીયા ભટ્ટને સતત ટ્રોલર્સનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ તે ફોટોગ્રાફર્સ અને રિપોટર્સ સાથે ફોટોઝ ક્લિક કરવાથી બચતી દેખાઈ અને બાદમાં સોશિયલ મીડિયા પર કેટલાય લોકોએ આલીયા ભટ્ટને ટ્રોલ કરી હતી. સાથે જ તેમણે એટીટ્યુડ ગર્લ ગણાવી દિધી. જ્યારે એકવાર ફરીથી આલીયાને પોતાના એટીટ્યુડ બદલ ટ્રોલ થવું પડ્યું.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તાજેતરમાં જ આલીયા ભટ્ટ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન ઓફિસ બહાર દેખાઈ હતી. આ દરમિયાન તેણે બ્લેક ડેનીમ શોર્ટ્સ સાથે બ્લેક ટી-શર્ટ્સ, બ્લેક શુઝ અને કેપ પહેરી હતી. આલિયા ભટ્ટને કારમાંથી ઉતરતી જોઈને ફોટોગ્રાફર્સ અને રિપોર્ટર્સ તેની તસવીરો ક્લિક કરવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ આલીયાએ તેમને કોઈ પોઝ ન આપ્યો. ફોટોગ્રાફર્સે જ્યારે બૂમ પાડી તો માત્ર એકવાર હાથ હલાવીને નિકળી ગઈ. બાદમાં અભીનેત્રીએ તે લોકોને ઈગ્નોર કર્યા હતા.

આલીયા ભટ્ટના આ વિડીયોને ફોટોગ્રાફરે પોતાના અધિકારીક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વિડીયો પર કેટલાય સોશિયલ મીડિયા યુઝર્સે આલીયાને ટ્રોલ કરી છે અને એટીટ્યુડ બતાવનારી ગણાવી છે.

Scroll to Top