લગ્નની સીઝનમાં સોશિયલ મીડિયા પર કેટલાય જોરદાર વિડીયો સામે આવે છે. આવો જ એક વિડીયો ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોતા લાગી રહ્યું છે કે, વિડીયો વરમાળા પહેરાવતા સમયનો છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં કંઈક એવું દેખાઈ રહ્યું છે કે જેને કોઈ પણ વ્યક્તિ સમજી શક્યું નથી. હકીકતમાં દુલ્હા અને દુલ્હન વચ્ચે એક છોકરો બેઠેલો દેખાઈ રહ્યો છે.
View this post on Instagram
આ છોકરો માત્ર બેઠો નથી પરંતુ દુલ્હનને પોતાની બાહોમાં લગાવીને કંઈક બોલતો દેખાઈ રહ્યો છે. જો કે, વિડીયોને જોતા સ્પષ્ટ થઈ શક્યું નથી કે તે દુલ્હનના કાનમાં શું કહી રહ્યો છે. બીજી બાજું પાસે બેઠેલો દુલ્હો પણ કંઈ સમજી શકતો નથી કે આખરે મારી વધુ અને આ છોકરા વચ્ચે શું ચાલી રહ્યું છે.
આખરે દુલ્હાથી રહેવાયું નથી અને તે પેલા છોકરા અને દુલ્હનને એકીટસે જોઈ રહ્યો છે કે આ બંન્ને શું કરી રહ્યા છે. સ્ટેજ પર પહોંચેલો છોકરો એ પ્રકારે બેઠો છે કે, દુલ્હો બીચારો જોઈપણ શકતો નથી કે આ બંન્ને શું કરી રહ્યા છે. સ્ટેજની સામે ઉભેલા લોકોએ આ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે.