ભારતમાં લગ્નની સીઝનમાં કંઈક અલગ જ રોનક હોય છે. કોરોના વાયરસના કારણે ભલે લગ્નમાં આવનારા મહેમાનોની સંખ્યા સીમિત કરી દેવામાં આવી હોય પરંતુ લગ્નમાં જલસા કરનારા લોકોને કોરોના રોકી શક્યો નથી. આ જ કારણ છે કે, અત્યારે સોશિયલ મીડિયા પર સૌથી વધારે લગ્નના વિડીયો વાયરલ થઈ રહ્યા છે.
https://www.youtube.com/watch?v=s-6bxATUwGA
કહી શકાય કે, લોકોને લગ્નમાં શામીલ થવાની તક નથી મળતી એ લોકો ઓનલાઈન વિડીયો જોઈને જ ખુશ રહે છે. આમાં વરમાળા, ફેરા અને દુલ્હનની એન્ટ્રીના વિડીયોનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં દુલ્હન સની લીયોનીના ગીત પર જોરદાર ડાન્સ કરીને એન્ટ્રી કરી રહી છે.
આ વિડીયોમાં મરાઠી દુલ્હન ખૂબ જ બિંદાસ અંદાજમાં નાચતા-નાચતા એન્ટ્રી લઈ રહી છે. આ વિડીયોને જોઈને લોકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અને દુલ્હનના ડાંસની પણ પ્રશંસા કરી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, ત્યાં ઉપસ્થિત લોકો દુલ્હનનો ડાન્સ ખૂબ એન્જોય કરી રહ્યા છે.