સાસરીમાં પહોંચેલી ભાભી પાસે નણંદે મૂકી ગજબની ડિમાન્ડઃ વાયરલ થયો વિડીયો

દિલ્હી, મુંબઈ અથવા પટણા… દેશભરમાં અત્યારરે લગ્નની સીઝન ચાલી રહી છે. આ જ કારણે સોશિયલ મીડિયા પર લગ્નના વિડીયોઝ વાયરલ થતા રહે છે. ક્યારે દુલ્હો, તો ક્યારેક દુલ્હન કંઈકને કંઈક એવી હરકત કરી જ બેસે છે કે ઈન્ટરનેટ પર મીનિટોમાં તે લોકો છવાઈ જાય છે. આવો જ એક વિડીયો અત્યારે ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. આ વિડીયોમાં દુલ્હન જ્યારે પોતાની સાસરીમાં પહોંચે છે તો ઘરની અંદર જવાથી નણંદ ના પાડી દે છે. ત્યારબાદ થોડી મીનિટો સુધી આ ડ્રામા ચાલે છે.

લગ્ન બાદ દુલ્હન પોતાની સાસરીમાં પહોંચે છે તો તેને ઘરની બહાર જ ઉભુ રહી જવું પડે છે. બહાર ઉભા રહીને દુલ્હન પોતાની નણંદને જોઈ રહી હોય છે. કોઈએ કહ્યું કે, શું ડિમાન્ડ છે એ જણાવી દો. પછી નણંદ સહિત કેટલાક લોકો એકસાથે બોલે છે 51,000.. 51,000… દુલ્હાએ કહ્યું કે, ક્યારેય આટલા બધા રૂપિયા એકસાથે જોયા છે? આ સાંભળીને ત્યાં ઉભેલા લોકો હસવા લાગ્યા.

દુલ્હા અને દુલ્હનની એન્ટ્રી પર લાગેલી રોક પર આસ-પાસ ઉભેલા લોકો પણ ખૂબ જ મોટી ઉત્સુકતાથી નણંદનો સાથ આપી રહ્યા છે. જો કે, આ દરમિયાન દુલ્હન કંઈજ બોલતી નથી પરંતુ બધાની વાતો સાંભળીને હસતી હોય છે. ઈન્સ્ટાગ્રામ પર માનવી વેડિંગ પ્લાનરે આ વિડીયો અપલોડ કર્યો છે. આ વિડીયોને આશરે 9000 થી વધારે લોકોએ લાઈક કર્યો જ્યારે હજારો લોકોએ આ વિડીયો જોયો છે.

Scroll to Top