દુલ્હને તો પાણીપુરીના પ્રેમમાં હદ વટાવીઃ જોવા જેવો પાણીપુરી પ્રેમી આ દુલ્હનનો વિડીયો…

એ વાત તો બધા જાણે છે કે, પાણીપુરી ખાવા માટે દુકાનો પર છોકરીઓની લાંબી લાઈનો લાગેલી હોય છે. આ જ કારણ છે કે, તેમને સ્નેક્સમાં પાણીપુરી પસંદ હોય છે. લગ્ન અને પાર્ટીમાં પાણીપુરી ના હોય એવું બહુ ઓછીવાર શક્ય બને છે. અત્યારે પાણીપુરી ખાવાને લઈને છોકરીઓમાં ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

 

સોશિયલ મીડિયા પર એક જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દુલ્હન પોતાના લગ્નના દિવસે પાણીપુરી ખાઈ રહી છે. સ્થિતિ એ હતી કે જમતા સમયે થાળીની ચારેય બાજુ પાણીપુરી મૂકેલી હતી.  વિડીયોમાં જોઈ શકાય છે કે, દુલ્હન ખૂબ જ સુંદર કપડા પહેરીને બેઠી છે અને ત્યારે જ કોઈ સગા આવીને તેના માથાપર પાણીપુરીનો મુગટ મૂકી દે છે. આ જોતા જ દુલ્હન ખૂબ જ ખુશ થઈ જાય છે.

આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થયો છે. અને વિડીયો પર જોરદાર કમેન્ટ્સ પણ આવી રહી છે. એક યુઝરે કહ્યું કે, આવું કોણ કરે ભાઈ. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, છોકરીઓને આટલી પાણીપુરી કેમ પસંદ હોય છે. આ સિવાય એક યુઝરે લખ્યું કે, પાણીપુરી સ્ટાઈલમાં લગ્ન કરવાનો આ ગજબનો ટ્રેન્ડ છે. આટલું જ નહી નેટિજન્સ પોતાના મીત્રો અને સગાઓને આ વિડીયો ટેગ કરીને કહ્યું કે, મારે પણ મારા લગ્નમાં આવું જ કરવાનો પ્લાન છે.

Scroll to Top